કાંકરેજ તાલુકા ના ખોડા ગામનો વિઘાર્થી દુર્ગેશ ચૌધરી યુકેન થી હેમખેમ વતનમાં આવતા ગ્રામજનો મા ખુશી ની હેલી

March 7, 2022

ગરવી તાકાત કાંકરેજ :  કાંકરેજ તાલુકા ના ખોડા ગામનો વિઘાર્થી દુર્ગેશ કુમાર ભારમલભાઈ ચૌધરી અભ્યાસ માટે યુકેન ગયેલ હતો ત્યાં એમ.બી.બી.એસ નો અભ્યાસ કરતો હતો પણ યુકેન મા યુદ્ધની શરૂઆત થતાં ત્યાં રહેલા વિધાથીર્ઓ ને યુદ્ધના સંકટ વચ્ચે હેમખેમ પરત લાવવા માટે સરકાર દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા

જેમાં ભારત સરકાર ના ઓપરેશન ગંગા અંતર્ગત કાંકરેજ તાલુકાના ખોડા ગામના દુર્ગેશ ચૌધરી ને યુકેન થી હેમખેમ પોતાના વતન મા પરત લાવવામાં આવ્યો હતો યુકેન મા ફસાયેલા વિઘાર્થી દુર્ગેશ ચૌધરી ઘરે આવતાં પરિવાર જનો સાથે ગ્રામજનો એ ખુબ ખુશી વ્યક્ત કરી હતી અને દુર્ગેશ ચૌધરી ના પરિવાર દ્વારા સામૈયા અને સન્માન સાથે વતન મા પધારેલા દુર્ગેશ ચૌધરી નુ સ્વાગત કરવામાં આવ્યું હતું .

ખોડા ગામમાં યુકેન થી હેમખેમ આવેલા દુર્ગેશ ચૌધરી એ પોતાના કુળદેવી ના દર્શન કરી અને ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે હું યુદ્ધ ના સંકટ વચ્ચે હેમખેમ ઘરે આવ્યો છું એટલે મારો પરિવાર આજે ખુબ ખુશી છે સરકાર અને વહીવટી તંત્ર નો હું ખુબ આભાર વ્યક્ત કરું છું . દુર્ગેશ કુમાર ભારમલભાઈ ચૌધરી ઘરે આવતાં ના સમાચાર મળતાં આ વિસ્તારના લોકો દુર્ગેશ ચૌધરી ના સમાચાર લેવા પોતાના ઘરે આવી રહ્યા છે . દુર્ગેશ ઘરે આવતાં તેમના પરિવાર મા પણ ખુશી જેવો માહોલ દેખાઈ રહયો છે અને તેમનો પરિવાર પણ સરકાર નો અને વહીવટી તંત્ર નો આભાર માની રહ્યો છે

તસવિર અને આહેવાલ : ગોવિંદભાઇ ચૌધરી-કાંકરેજ

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0