ગરવી તાકાત ગાંધીનગર: ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે કે નહીં, માત્ર કાગળ પર જ સખ્ત કાયદાનો અમલ થતો હોય તેવું લાગી રહ્યું છે. વિકાસશીલ અને ગતીશીલ ગુજરાત કઈ દીશામાં જઈ રહ્યું છે. ગુજરાત રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં એક બે નહીં પરંતુ ૨૧૫ કરોડથી વધુનો દારૂ ઝડપાયો છે.તો રાજ્યમાં પ્રતિબંધીત ડ્રગ્સતો એટલું ઝડપાયું છે કે તેના આંકડાઓ પણ ચોંકાવનારા છે. રાજ્યમાં ૩૭૦ કરોડથી વધુના નુકશાન કારક ડ્રગ્સ ઝડપાયા છે.
રાજ્યમાંથી બે વર્ષમાં ૨૧૫ કરોડ ૬૨ લાખ ૫૨ હજાર ૨૭૫ રૂપિયાની કિંમતની ૧ કરોડ ૬ લાખ ૩૨ હજાર ૯૦૪ વિદેશી દારૂની બોટલ, ૪ કરોડ ૩૩ લાખ ૭૮ હજાર ૧૬૨ રૂપિયાની ૧૯ લાખ ૩૪ હજાર ૩૪૨ લીટર દેશી દારૂ, ૧૬ કરોડ ૨૦ લાખ ૫ હજાર ૮૪૮ રૂપિયાની કિંમતની ૧૨ લાખ ૨૦ હજાર ૨૫૮ બિયરની બોટલ અને ૩૭૦ કરોડ ૨૫ લાખ ૪૮ હજાર ૫૬૨ રૂપિયાની કિંમતના અફીણ, ચરસ, ગાંજાે, હેરોઈન, પોશડોડા/પાવડર અને અન્ય ડ્રગ્સ પકડાયું છે. બે વર્ષમાં ૬૦૬ કરોડ ૪૧ લાખ ૮૪ હજાર ૮૪૭ રૂપિયાની કિંમતના વિદેશી-દેશી દારૂ, બિયર અને અન્ય નશીલા દ્રવ્યો પકડવામાં આવ્યા છે.’
રાજ્યના યુવાધનને રોજગારીના બદલે બરબાદીમાં ધકેલવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. શું પોલીસ અને સરકારની રહેમ નજર હેઠળ સરહદોથી ગેરકાદેસર રીતે જથ્થો ઘુસાડવામાં આવી રહ્યું છે. બે વર્ષમાં ૬૦૬ કરોડથી પણ વધુ કિંમતના વિદેશી-દેશી દારૂ, બિયર અને અન્ય નશીલા દ્રવ્યો પકડવામાં આવ્યા છે. આ ગુનાઓમાં સંડોવાયેલા ૪ હજારથી પણ વધુ આરોપીઓની ધરપકડથી દુર છે. આ વિકાસશીલ ગુજરાતની વરવી વાસ્તવિક્તા છે.


