મહેસાણાના લાખવડ ગામે: ભત્રીજાવહુને હેરાન કરે એમકહી 3 શખ્સોએ ધોકા લઇ માર માર્યો

March 2, 2022

   — મહેસાણાના લાખવડ ગામે યુવાન પર ઘાતક હુમલો

   — યુવાનને મગજના અંદરના ભાગે ફ્રેકચર

   — હુમલાખોરોએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી

ગરવી તાકાત મહેસાણા: મહેસાણા તાલુકાના લાખવડ ગામે ભત્રીજા વહુને હેરાન કરવાના મુદ્દે ત્રણ શખ્સોએ યુવાન પર ધોકાવાળી કરતા તેને ગંભીર ઇજા સાથે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે.

ઇજાગ્રસ્ત યુવાનને મગજના અંદરના ભાગે ફ્રેકચર જેવી ઇજા થતા પોલીસે ત્રણ શખસો વિરુધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હુમલાખોરોએ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પણ પોલીસ ચોપડે નોંધાઇ છે.

મહેસાણા તાલુકાના લાખવડ ગામે સેનામા વાસમાં રહેતા પ્રવિણ નટવરભાઇ સેનમા(ઉ.વ.32)એ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે જેમાં આરોપી તરીકે વણકરવાસમાં રહેતા સાધુ વિશાલ હરિકૃષ્ણ, સાધુ મનુભાઇ કુબેરદાસ, સાધુ ભાવેશ મનુભાઇનું નામ આપ્યું છે.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર આરોપી મનુભાઇએ ફરિયાદીને રવિવારે સાંજે મારા ભત્રીજા વિશાલની વહુને કેમ હેરાન કરે છે તેમ કહેતા ત્હોમતદાર વિશાલ સાધુ અને ભાવેશ સાધુ પણ ત્યા આવી ગયા હતા અને ફરિયાદીને ગાળો આપતા ફરિયાદીએ ગાળો બોલવાની ના પાડતા વિશાલે ધોકો લઇ ડાબા કાન ઉપરના ભાગે માથામાં ધોકો ઝીંકતા મગજમાં ફ્રેકચર જેવી ઇજા થઇ હતી.

ત્યારબાદ ત્રણેય શખસોએ હાથ અને શરીરના ભાગે ધોકાવાળી કરી હતી. આથી ફરિયાદીએ બુમાબુમ કરતા તેના માતા દોડી આવતા છોડાવ્યો હતો ત્યારે આરોપીઓએ જતા-જતા ધમકી આપી હતી. પોલીસે ત્રણેય હુમલાખોર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

તસવિર અને આહેવાલ : નાયક અક્ષય- મહેસાણા

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0