નુગર-કરશનપુરા રોડ પર જુગાર રમતાં 4 શખ્સોને મહેસાણા તાલુકા પોલીસે દબોચ્યા

March 2, 2022

— ONGC ના પોઇન્ટની બાજુમાં જુગાર રમતાં હતા

ગરવી તાકાત મહેસાણા: મહેસાણાના નુગર-કરશનપુરા રોડ ઉપર ઓએનજીસીના પોઈન્ટની બાજુમાં આવેલી પડતર જગ્યામાં ગંજી પાના વડે હારજીતનો જુગાર રમતાં 4 શખ્સોને તાલુકા પોલીસે રૂ.29,700 ની રોકડ રકમ સાથે ઝડપીને કાર્યવાહી કરી હતી. તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમ.બી.વાઘેલા તેમજ સ્ટાફના માણસોને મળેલી બાતમીના આધારે નુગર-કરશનપુરા રોડ ઉપર ઓએનજીસી પોઈન્ટ પાસેની પડતર ખુલ્લી જગ્યામાં જુગાર રમતાં 4 શખ્સોને રૂ. 29,700 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતા.

તાલુકા પોલીસે સુનિલ નારણભાઈ પટેલ, શૈલેષ મફતલાલ પટેલ બંને રહે. નુગર તેમજ જીજ્ઞેશ અમૃતભાઈ પટેલ રહે. સૌંદર્ય કિસ્ટલ, મોઢેરા રોડ, મહેસાણા અને મહેન્દ્ર બાબુભાઈ પટેલ રહે. આસ્થા ફ્લેટ, મોઢેરા રોડ, મહેસાણાવાળા સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

તસવિર અને આહેવાલ : નાયક અક્ષય- મહેસાણા

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0