કડી ના ઉંટવા ગામ ખાતે “આપ” માંથી ભાજપ માં જોડાયેલ વિજય સુવાળાનો અભિવાદન કાર્યક્રમ યોજાયો

January 20, 2022
ગુજરાત રાજ્ય ના સુપર સ્ટાર અને લોક ગાયક વિજય સુંવાળા પોતાની નાની ઉંમર માં આગવી ઓળખ ઊભી કરનાર અને  માલધારી સમાજ ના યુવા નેતા થોડા સમય પહેલા આમ આદમી પાર્ટી સાથે જોડાયા હતા. ત્યારે વિજય સુંવાળા ને આમ આદમી પાર્ટી માં કામ કરવા માટે પોતાનું મન ના માનતું હોવાથી આમ આદમી પાર્ટી ના ઓથા હેઠળ લોકોની સેવા ન કરી શકતા હોવાથી અને ભારત દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની કાર્યપ્રણાલીને લઈને આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડીને  ભાજપ માં જોડાવા નો નિર્ણય કર્યો હતો
વિજય સુંવાળા એ ટુંક સમયમાં ધાર્મીક તથા રાસ ગરબા જેવા લોકગીતો ગાઈને સમગ્ર ગુજરાત રાજ્યમાં લોકોમાં દિલમાં વસી  જઇને  લોકપ્રિય ગાયક ની સામે સામે યુવા નેતા તરીકે પણ ઉભરી આવ્યા હતા.લોક સેવા કરવા માટે રાજકીય સહારો લેવો જરૂરી છે જેને લઇને તેઓ થોડા સમય થી આમ આદમી પાર્ટી માં જોડાયા હતા. પરંતું આમ આદમી પાર્ટીની કાર્યપ્રણાલી થી કંટાળી ગયા હતા અને છેલ્લા બે – ચાર માસ થી પાર્ટી ની કામગીરી નિષ્ક્રિય થઈ જવા પામ્યા હતા આ પાર્ટી ના વિચારધારા ને લઇને તેઓ અનેક કાર્યક્રમો માંથી નીકળી ગયા હતા. ત્યારે ગાંધીનગર કમલમ ખાતે વિજય સુંવાળા તેમના કાર્યકરો સાથે મળી ને ભાજપ ના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે વિજય સુંવાળા ને ભાજપનો કેસરિયો ખેસ પહેરાવ્યો હતો
ગુજરાતમાં આગામી થોડા મહિનાઓ બાદ વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે દરેક પક્ષ પોતે મજબૂત થવા કોઇ ને કોઇ પ્રયાસ કરી રહ્યા છે. એવા સમયે ભુવાજી વિજય સુવાળાએ પોતાની વિચારધારા બદલીને યુવાની કેમ બરબાદ કરવી એવું કહી ભાજપનો કેસરિયો ધારણ કર્યો હતો.
ત્યારે મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ઊંટવાગામ ખાતે તાજેતરમાં જ આમ આદમી પાર્ટી માંથી ભારતિય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલા વિજય સુંવાળા નો અભિવાદન કાર્યક્ર્મ રાખવામાં આવ્યો હતો.
જેમાં આ કાર્યક્રમાં મહેસાણા ડીસ્ટ્રિક બેંક ના ચેરમેન વિનોદભાઇ પટેલ,જિલ્લા પંચાયત ના સદસ્ય અજયસિંહ જાડેજા,જિલ્લા પંચાયત સિંચાઇ સમિતિના ચેરમેન ગણપતભાઇ પટેલ, ખાદી ગ્રમોદ્યોગ પૂર્વ ડિરેક્ટર દેવેન્દ્રભાઇ રાવળ, ગુજરાત પ્રદેશ ભાજપ કિશાન મોરચાના ઉપપ્રમુખ પ્રકાશભાઈ પટેલ, માલધારી સેલ ગુજરાત પ્રદેશ ભાજપના સભ્ય દિનેશભાઈ દેસાઈ, અન્ય રાજકિય આગેવાનો અને માલધારી સમાજના આગેવાનો અને ભાજપ ના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
તસવિર અને આહેવાલ :જૈમિન સથવારા – કડી
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0