હેડક્લાર્કની પરીક્ષા અંતે રદ, માર્ચમાં લેવાશે એક્ઝામ – પરંતુ તપાસમાં મોટી માછલીઓ પકડાશે ખરા ?

December 21, 2021
Harsh Shanghavi

હેડક્લાર્કની પરીક્ષામાં પેપરલીક મામલે અંતે પરીક્ષા રદ કરવામાં આવી છે. જેમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પરીક્ષા રદ કરવાની જાહેરાત કરતાં જણાવ્યુ છે કે, હવે પછી આ પરીક્ષા આગામી માર્ચ મહિનામાં લેવામાં આવશે. આ પરીક્ષામાં જે ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા માત્ર એ જ ઉમેદવારો માન્ય ગણાશે. 

હેડક્લાર્કની પરીક્ષામાં પેપરલીકનો મામલાએ જોર પકડતા સાબરકાંઠાના પ્રાંતિજમાં 10 આરોપી વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરવામાં આવી હતી. આ કેસની તપાસ દરમ્યાન એક બાદ એક નવા ખુલાશા થયા હતા. જેમાં જે 10 જેટલા આરોપીઓ વિરૂધ્ધ ગુનો દાખલ કરાયો હતો તે લગભગ તમામ આરોપી BJP/RSS સાથે જોડાયેલ હતા. આ સીવાય જે સુર્યા ઓફસેટ પ્રીન્ટીંગ પ્રેસમાંથી જે પેપરલીક થયુ હતુ તેનો માલીક મુદ્રેશ પુરોહીત પણ BJP/RSS  જોડાયેલ હોવાનુ ખુલ્યુ હતુ. જેથી આ પેપર કૌભાંડમાં ભાજપના નેતાઓની સંડોવણી ઉપર કોંગ્રેસના આરોપ ક્યાંકને ક્યાંક સાચા સાબીત થયા હતા. 

આ પરીક્ષા કુલ 186 ખાલી જગ્યાઓ માટે યોજાઈ હતી. જેમાં 88 હજાર ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. 186 પૈકી 72 લોકો પાસે પરીક્ષા પહેલાં જ પેપર પહોંચી ગયુ હતુ. આટલા મોટા પ્રમાણમાં પેપરલીક મામલે સરકાર ઉપર માછલા ધોવાયા હતા. જેમાં ગુજરાત ગૌણ સેવાની પદ્ધતી ઉપર પણ સવાલો ઉઠ્યા હતા. આ સીવાય પેપરના પ્રીન્ટીંગની કામગીરી પ્રાઈવેટ હાંથોમાં સોંપવા મામલે પણ સવાલો ઉઠ્યા હતા કે આ કામ સરકારી પ્રીન્ટીંગ પ્રેસને સોંપવાને બદલે પ્રાઈવેટ હાથોમાં કેમ સોંપાયુ ?

https://twitter.com/arjunmodhwadia/status/1472803021910204416?s=20

આ પેપરકાંડમાં સંકળાયલે આરોપીઓ તથા સુર્યા ઓફ સેટના માલીક મુદ્રેશ પુરોહીત પણ BJP/RSS સાથે સંકળાયેલ હોવાથી કોંગ્રેસે સવાલ કર્યા છે કે આરોપીઓ સત્તાધારી પાર્ટી સાથે સંકળાયેલ હોવાથી નિષ્પક્ષ તપાસ થશે ? જેમાં અર્જુન મોઢવાડીયાએ એવુ પણ ઉમેર્યુ હતુ કે, આ પ્રેસમાં નરેન્દ્ર મોદીની અનેક પુસ્તકો છપાઈ છે. 

 

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0