મહેસાણા જીલ્લાના ખેરાલુ ખાતે શાકભાજીની લારીઓ માફક નકલી ડોક્ટરો પોતાની હાટડીઓ ખોલીને બેસી ગયા છે. આ ડીગ્રી વગરના ડોક્ટરો લોકોની આરોગ્ય સાથે તથા માનવીના જીવ સાથે ચેડા કરી રહ્યા છે. તેમ છતાં આ લોકો વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવતી નથી. શહેરમાં ચાલતા આ બોગસ ડોક્ટરોના કૌભાંડમાં ડો. નાયકની મોટી ભુમીકા હોવાનુ જાણવા મળ્યુ છે.
મહેસાણા જીલ્લાના ખેરાલુ મુકામે જનતાના આરોગ્ય સાથે ચેડા કરનાર તથા તબીબીના નામે પૈસા લુંટનાર બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો છે. જેમાં આ બોગસ ડોક્ટરો વગર ડીગ્રીએ લોકોને વિવિધ કંપનીઓની દવા આપી જીવ જોખમમાં મુકી રહ્યા છે. તેમ છતાં આવા ડોક્ટરો વિરૂધ્ધ કોઈ કાર્યવાહી હાથ ધરવામાં નથી આવી રહી. આ ગોરખધંધાને શહેરના ડો. નાયકનુ પીઠબળ મળી રહ્યુ હોવાથી આ ગેરકાયદેસરનો ધંધો કાયદેસર બની ગયો છે. જેમાં ડો. નાયક શહેરના બોગસ ડોક્ટરો પાસેથી 5-5 હજાર રૂપીયા લઈ તેમને સાચવી રહ્યા હોવાનુ ખુલ્યુ છે. ખેરાલુ મુકામે નકલી તબીબો દ્વારા ચલાવવામાં આવતી હાટડીઓ પર પુછપરછ કરવામાં આવતાં ડીગ્રી વગરના ડોક્ટરોએ જણાવ્યુ હતુ કે, અમે ડો. નાયકના અન્ડરમાં કામ કરીયે છીયે. આમ, MBBS ડીગ્રી ધારક ડોક્ટર નાયક નામનો શખ્સ આવા નકલી તબીબોને છત્રછાયા આપી રહ્યો હોવાથી અત્યાર સુધીશહેરના કોઈ નકલી તબીબો વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરવામાં નથી આવી રહી.
ખેરાલુમાં ગેરકાયદેસર રીતે પ્રેક્ટિસ કરી રહેલા અલગ અલગ બોગસ ડોક્ટરોની ડીસ્પેન્સરીએ જઈ તેમની ડીગ્રી વિષે પુછવામાં આવતાં તેઓએ જણાવેલ કે અમે ડો. નાયકના અન્ડરમાં કામ કરીયે છીયે. જેથી સવાલ પેદા થાય કે શહેરના અનેક સ્થળો પર કોઈ એક જ વ્યક્તિ કેટલા દવાખાના ચલાવી શકે ? જેથી સ્પષ્ટ થાય છે કે, શહેરના આ નકલી તબીબોને ડો. નાયક થોડા પૈસાની લાલચે છત્રછાયા પુરી પાડી રહ્યો છે. ડો. નાયકની પૈસાની લાલચે લોકોનો જીવ જોખમાઈ રહ્યો છે. ડીગ્રીધારી ડોક્ટરોના પ્રિસ્પ્રીક્શન વગર આપી ન શકાય તેવી અનેક દવાઓ આ ઝોલછાપ તબીબો લોકોને પધરાવી રહ્યા છે. જેથી આ મામલે તંત્ર દ્વારા યોગ્ય તપાસ થાય તો વધુ વિગતો સામે આવી શકે છે. જો આગામી સમયમાં ખેરાલુથી આ તમામ ડોક્ટરોની હાટડીઓ બંધ કરાવાવમાં નહી આવે તો નકલી ડોક્ટરોના નામજોગ ખુલાસા કરવામાં આવશે.


