સુરક્ષાના પગલે રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ રદ કરાયો !

October 19, 2021

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાતનો પ્રવાસ રદ્દ કરી દીધો છે. રાહુલ ગાંધી મંગળવારે ગુજરાતના પ્રવાસે આવવાના હતા તેવી જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ હવે આ પ્રવાસ રદ્દ કરવામાં આવ્યો છે. રાહુલ ગાંધી ગુજરાત કોંગ્રેસના નવા પ્રભારી રઘુ શર્મા સાથે બહુચરાજીમાં કોંગ્રેસ સેવાદળ પ્રશિક્ષણ શિબિરની પૂર્ણાહૂતિમાં હાજરી આપવાના હતા, પરંતુ હવે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાનો પ્રવાસ રદ્દ કરવામાં આવ્યો છે. સુરક્ષાને કારણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ રદ્દ કરવાની વાત સામે આવી છે. અમદાવાદથી મહેસાણા-બેચરાજીનું બાય રોડ અંતર લાંબુ હોવાને કારણે આ પ્રવાસ રદ્દ કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

મહત્વનું છે કે હાલમાં યોજાયેલી કોંગ્રેસ વર્કિંગ કમિટિની બેઠકમાં રાહુલ ગાંધીને ફરી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવાની માંગ ઉઠી છે. બેઠકમાં અનેક નેતાઓે રાષ્ટ્રીય અધ્યક્ષની કમાન ફરી રાહુલ ગાંધીને સોંપવાની માંગ કરી છે. તો આગામી દિવસોમાં પાંચ રાજ્યોની ચૂંટણી પણ યોજાવાની છે. રાહુલ ગાંધી થોડા દિવસ બાદ ફરી ગુજરાતના પ્રવાસે આવે તેવી શક્યતા છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0