ખાતરમાં ભાવ વધારો – સબસીડીના રૂ.41000 કરોડ સરકારી કંપનીઓને મળ્યા જ નથી, તો આખરે તે પૈસા ગયા ક્યા ? વાંચો પાલ આંબલીયાનો લેખ…

શેર કરવા અહીં ક્લિક કરો.

ખાતરનો ભાવ વધારો કોના હિતમાં ?

  • મંત્રીઓએ બોલેલા શબ્દોની હવે કોઈ કિંમત રહી નહિ જાણે અભી બોલા અભી ફોક !
  • આ વર્ષે ખાતરમાં ભાવ વધારો નહિ થાય એવું કહેનાર મંત્રીઓએ જ ભાવ વધારો ઝીંકી દીધો,  થુકેલું ચાટયું !
  • મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં પણ એવું જ થયું જાણે કહ્યું કંઇક,  કર્યું કંઈક, આંખનું કાજળ ગાલે ઘસ્યું
  • અતિવૃષ્ટિ સહાય બાબતે પણ જાહેરાત નવી અને ચુકવણું જૂનું કર્યું, એટલે સરકાર માત્ર જાહેરાતોની સરકાર રહી ગઈ છે અમલ કરવામાં શૂન્ય છે. 

ખેડૂતો માટે સંવેદનશીલ સરકારના દાવા કરતી સરકારના દેખાડવાના અલગ ને ચાવવાના અલગ દાંત હોય તેવો ઘાટ રચાતો જાય છે જાણે સરકાર પોતે ઇચ્છી રહી હોય કે ખેડૂતોને કોઈપણ રીતે ખેતી છોડી મજૂરી તરફ વાળવા પ્રયત્નો કરી રહી છે.

તારીખ 17-10-2021 થી  ખાતરમાં જે ભાવ વધારો થયો તેની ક્રોનોલોજી સમજીએ તો કર્ણાટકમાં IFFCO એ જાન્યુઆરીમાં ભાવ વધારો કર્યો તેની અસર ગુજરાતમાં પણ દેખાઈ ખેડૂતોએ વિરોધનો સુર ઉભો કર્યો ત્યારે સરકારના મંત્રીઓ, મુખ્યમંત્રી સહિના લોકોએ કહ્યું કે કોંગ્રેસ ખેડૂતોને ગુમરાહ કરે છે. તાલુકા-જિલ્લા પંચાયતની ચૂંટણીઓ પુરી થઈ કે 7 એપ્રિલે સરકારે ભાવ વધારો જાહેર કરવાની જાહેરાત કરી.  ગુજરાતભરમાં કિસાન કોંગ્રેસ સહિતના તમામ ખેડૂતો સંગઠનો, ખેડૂત આગેવાનોએ વિરોધ વ્યક્ત કર્યો ભારેલા અગ્નિ જેવી સ્થિતિમાં 1 મે 2021 ના રોજ સરકારે ખાતરનો ભાવ વધારો જાહેર કરી દીધો. ભાવ વધારો જાહેર થતા જ ગુજરાતના તમામ ખેડૂત સંગઠનો, ખેડૂત આગેવાનોએ વિરોધ વ્યકત કર્યો હજારો ખેડૂતોએ મંત્રીઓને વ્યક્તિગત ફોન કર્યા મંત્રીઓ પાસે કોઈ જવાબ ન રહ્યો અંતે સરકારે રેગ્યુલર સબસીડી(71309 કરોડ) ઉપરાંત કંપનીઓને 14750 કરોડની નવી સબસીડી આપી ભાવ વધારો સ્થગિત કરવાની ફરજ પડી.

સરકારની આ કુટનીતિ કોઈને ન સમજાઈ સરકારે ગવર્મેન્ટ કંપનીઓ ઇફકો, ક્રિભકોમાં ભાવ વધારો પરત કર્યો પણ ખાનગી કંપનીઓ ખેડૂતો પાસેથી 1700 રૂપિયા જેટલો ભાવ વસુલતી રહી સાથે સાથે સરકારે એક ઝાટકે ભાવ વધારો કરવાની જગ્યાએ કુનેહપૂર્વક પેટ્રોલ ડીઝલની જેમ કટકે કટકે ભાવ વધારો કરવાની નિતી અખત્યાર કરી. જેના ભાગરૂપે અત્યાર સુધી 265 રૂપિયાનો ભાવ વધારો થઈ ગયો.

ગુજકોમાશોલના અધ્યક્ષ દિલીપ સંઘાણીએ દાવો કર્યો કે ખાનગી કંપનીઓ 1700 રૂપિયા વસુલતી હતી તેમને 1450 કરવાની સરકારે ફરજ પાડી છે પણ દિલીપભાઇની વાત પરથી બે બાબત સ્પષ્ટ થાય છે કે સરકારે ખાનગી કંપનીઓને 1100 ની જગ્યાએ 1700 રૂપિયા વસુલવાની છૂટ આપી હતી હવે તે ઘટાડીને 1450 કર્યા છે મતલબ સાફ છે કે અત્યાર સુધી ખાનગી કંપનીઓએ સરકાર પાસેથી સબસીડી પણ લીધી અને સાથે સાથે ખેડૂતોને લૂંટતી રહી હવે ઘટાડો કર્યો તો પણ 1450 આવી ને અટકી ગઈ અને સરકારે નવી સબસીડી 28650 (71409+14750 ઉપરાંત) કરોડ આપવાની જાહેરાત કરી એનો લાભ પણ કંપનીઓને જ મળવાનો છે નહીં કે ખેડૂતોને…..

બાબત એ છે કે ક્રિભકો, ઇફકો જેવી સરકારી કંપનીઓને પણ 265 રૂપિયા જેટલો ભાવ વધારાની છૂટ આપી ખેડૂતોને જ નુકશાન છે દિલીપભાઇ સંઘાણીએ કહ્યું કે ઇફકોએ એક સીઝનમાં 400 કરોડનું નુકશાન કર્યું છે. ત્યારે આ બાબત પણ સમજવા જેવી છે ક્રિભકો અને ઇફકો સરકારી ધોરણે ચાલતી ખેડૂતોની સંસ્થા છે. જે બન્ને કંપનીઓ મળી દેશમાં ઉત્પાદન થતા કુલ ખાતરના ઉત્પાદનમાં 62% ઉત્પાદન કરે છે. ઇફકોએ એક સીઝનમાં 400 કરોડનું નુકશાન કર્યું એવું દિલીપભાઇ સંઘાણી કહે છે તો ત્રણ સિઝનનું 400×3 = 1200 કરોડ થાય.  ઇફકોનુ એક વર્ષનુ 1200 કરોડ + ક્રિભકોનું પણ 1200 કરોડ ગણીએ તો 1200 + 1200 = 2400 કરોડ રૂપિયા નુકશાની થાય.

સરકાર બધી જ નુકશાની પેટે ચૂકવે તો 2400 કરોડ સબસીડી ચૂકવવી પડે ત્યારે સવાલ એ છે કે પહેલા 14750 કરોડ + અત્યારે 28650 કરોડ એમ કુલ મળી 43400 કરોડની સબસીડી કોના માટે ? 62% ઉત્પાદન કરતી ખેડૂતોની સંસ્થાને નુકશાની પેટે 2400 કરોડ ચુકવ્યા.  સબસીડીની કુલ રકમ 43400 કરોડમાંથી- 2400 કરોડ બાદ કરવામાં આવે તો બાકીના 41000 કરોડ કોને સબસીડી આપી તે ગુજરાત અને ભારતના ખેડૂતો અને જનતા જાણવા માંગે છે.

સરકાર, જો ખેડૂતોને ખરેખર લાભ કરાવવા માંગતી હોય તો ખેડૂતોના ઉત્પાદન ખર્ચમાં ટકાવારી મુજબ જેટલો વધારો થાય એટલો વધારો ખેડૂતોની જણસમાં પણ કરવો જોઈએ અથવા સરકાર જે સબસીડી કંપનીઓને આપે છે તે ખેડૂતોના વીઘા, એકર કે હેકટર મુજબ ખેડૂતોના ખાતામાં જમા કરાવી દેવા જોઈએ.

(આ લેખ ગુજરાત કિશાન કોગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાની ફેસબુક વોલ પરથી લેવામાં આવ્યો છે)

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.