અમને ફોલો કરો
ભાષા બદલો
બ્રેકીંગ ન્યૂઝ
બ્રેકીંગ ન્યૂઝ

દર્દનાક પરિસ્થિતિ : રિક્ષા-ટ્રેક્ટરમાં આવી રહ્યા છે મૃતદેહો વિસનગરમાં

April 29, 2021

રાજ્યસભાના સાંસદ જુગલસિંહ ઠાકોરની હાજરીમાં મૃતદેહો આવતાં તેમનું હદય કંપી ઊઠ્યું

    વિસનગરમાં પટણી દરવાજા નજીક આવેલા સાર્વજનિક સ્મશાનમાં મંગળવારે દર્દનાક પરિસ્થિતિ જોવા મળી હતી. 2 મૃતદેહોને રિક્ષા અને ટ્રેકટરમાં લાવતાં હદય કંપી ઉઠે તેવું વાતાવરણ સર્જાયું હતું. દર્દનાક પરિસ્થિતિમાં રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોર સાર્વજનિક સ્મશાનની મુલાકાતે આવ્યા હતા તે સમયે રિક્ષામાં એક વ્યક્તિને નીચે ઉંઘાડી મૃતદેહને લાવતાં વિકટ પરિસ્થિતિ જોતાં સાંસદનું પણ હદય કંપી ઉઠ્યું હતું. રિક્ષામાં લાવેલ મૃતદેહનું માથું અને પગ પણ બહાર જોવા મળ્યા હતા. કોરોનાથી થયેલા મોતમાં મૃતદેહને શબવાહીની પણ નસીબમાં નથી તેવા કરૂણ દૃશ્યો સર્જાયા છે. વિસનગર તાલુકા સહિત પંથકમાં કોરોના સંકમણ વધતા પરિસ્થિતિ વિકટ બની છે. તાલુકામાં દિવસે દિવસે કોરોનાથી લોકો મૃત્યુ પામી રહ્યા છે. વિસનગરમાં આવેલ સાર્વજનિક સ્મશાનમાં પણ અંતિમ વિધિ કરવામાં વેઇટિંગ કરવું પડી રહ્યું છે. મંગળવારે સાર્વજનિક સ્મશાનમાં કરૂણ દૃશ્યો સર્જાયા હતા. કોરોનાના મૃતદેહોને હવે શબવાહીની પણ નસીબ થઈ રહી નથી.કોરોનાની આ વિકટ પરિસ્થિતિમાં કાળજુ કંપાવે તેવી તેવી ઘટના જોવા મળી રહી છે. સાર્વજનિક સ્મશાનમાં મુલાકાતે આવેલા રાજ્યસભા સાંસદ જુગલજી ઠાકોરનું પણ આ દર્દનાક પરિસ્થિતિ જોઈને હૃદય કંપી ઉઠ્યું હતું. મૃતદેહોને સ્વજનો દ્વારા શબવાહીની ન મળતાં તેમને પોતાના જ વાહનમાં લાવવા માટે મજબૂર થયા હતા. આ પરિસ્થિતિ જોતાં સાર્વજનિક સ્મશાનના ટ્રસ્ટી રાજુભાઇ પટેલનું હૃદય કંપી ઉઠ્યું હતું.

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

આજ નું તાપમાન

loader-image
મેહસાણા
7:56 am, Jan 18, 2025
temperature icon 15°C
clear sky
Humidity 60 %
Pressure 1016 mb
Wind 10 mph
Wind Gust Wind Gust: 25 mph
Clouds Clouds: 0%
Visibility Visibility: 10 km
Sunrise Sunrise: 7:24 am
Sunset Sunset: 6:16 pm

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0