કડીમાં આવેલી સરદાર સોસાયટીમાં મર્ડર વિથ લુંટનો બનાવ સામે આવતા ચકચાર મચી ગઈ છે. ઘરમાં એકલી વૃધ્ધ મહિલાને નિશાન બનાવી અજાણ્યા ઈસમોએ હત્યા કરી દાગીના સહીત રોકડ રકમની લુંટ કરી ફરાર થઈ ગયા હતા. જે અપરાધીઓને તુંરત ઝડપી પાડવા પોલીસનો કાફલો દોડધામ કરી રહ્યો છે.
આ પણ વાંચો – ખેતરની સીમમાં સગીરાને એકલી જોઈ બળાત્કારની કોશીસ કરનાર વિરૂધ્ધ ફરીયાદ દાખલ
કડીમાં આવેલ સરદાર સોસાયટીમાં રહેતા 76 વર્ષીય જયંતીભાઈ મણીલાલ પટેલ તથા તેમના 73 વર્ષીય પત્ની ચંપાબેન પટેલ વુદ્ધાવસ્થામાં એકલા જીવન જીવતા હતા. જેમાં પટેલ જયંતીભાઈ કડીમાં આવેલ તીન બત્તી ચોક પાસે પોતાના પ્રાઈવેટ ક્લીનીક કામ કરતા હતા. ગુરૂવારના રોજ તેઓ પોતાની ક્લીનીકમાં હતા ત્યારે અજાણ્યા લુંટારૂઓએ તેમના ઘરને નીશાન બનાવી ઘરમાં પ્રવેશી ઘરમાં પડેલી રોકડ રકમ સહીત દાગીનાની લુંટ કરી ચંપાબેનની હત્યા કરી ફરાર થઈ ગયા હતા.

સાંજના સમયે જંયતીભાઈ પટેલ તેમના ક્લીનીક પરથી ઘરે પરત ફર્યા ત્યારે તેમને બેડરૂમનો દરવાજો ખુલ્લો જોવા મળ્યો તેમને શેટી પલંગ ઉપર નજર કરી તો તેમને ચંપાબેન મૃત હાલતમાં મળ્યા. જેથી તેમને પોતાના ત્રણ દીકરાઓને જાણ કરી પોલીસને ઘટના સ્થળે બોલાવી દીધી હતી. આ ઘટનાની જાણ પોલીસને થતા કાફલો તુરંત પહોંચી આવી તપાસ હાથ ધરી હતી. ઘરમાં એકલા વૃધ્ધ મહિલા હોવાથી લુંટારૂઓને સરળ ટાર્ગેટ લાગતા આ મકાનને નીશાન બનાવ્યુ હતુ.
આ પણ વાંચો – સુતેલી યુવતીનુ મોઢુ દબાવી બળાત્કારની કોસીશ કરનાર યુુવક સામે ફરિયાદ

વુદ્ધ મહિલાની હત્યા કરી સોનાની બંગડી નંગ 4, તથા તીજોરીમાં પડેલા રૂપીયા 5,00,000/- ની લુંટ ચલાવી ઘટના સ્થળેથી ફરાર થયેલ અજાણ્યા શખ્સો વિરૂધ્ધ કડી પોલીસે 302,394,450 મુજબ ગુનો દાખલ કરી આરોપીઓને તુંરત ઝડપી પાડવા ટીમો કામે લગાડી છે.