બાવલુ :ચંદનપુરા કણઝરી નર્મદા માઇનોર કેનાલ રોડ ઉપરથી એક બાઈક સવાર પસાર થઈ રહ્યા હતા ત્યારે સામેથી આવતા એક ટ્રેક્ટર ચાલક સામે વાળાની જીંગદી જોખમાય એવી રીતે ડ્રાઈવીંગ કરી બાઈકને ટક્કર મારી હતી. જેમા બાઈક સવારને ગંભીર ઈજાઓ થતા તેમને હોસ્પીટલ ખાતે ખસેડાયા હત્યા જ્યા તેમનુ મોત નીપજ્યુ હતુ.
આ પણ વાંચો – સાહેબે 2014 થી અત્યાર સુધી ગાેળીઓ આપી હવે રસી આપશે : જયરાજસિંહ પરમાર
મુળ ભીમરાણા રાજનગર સોસાયટી, દેવભુમી દ્વારકા ના રહેવાશી કેર બલભદ્રભા સુરાભા ગઈ કાલે કામથી તેમનુ સીટી હન્ડ્રેડ બાઈક (GJ-18-DE-7252) લઈ ચંદનપુરા કણઝરી નર્મદા માઇનોર કેનાલ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે સામેથી આવી રહેલા સ્વરાજ ટ્રેક્ટર(GJ-18-H-1902)ના ચાલકે તેમને જોરદાર ટક્કર મારી હતી. ટ્રેક્ટરનો ચાલક ગફલતભરી હાલતમાં ડ્રાઈવીંગ કરી રહ્યો હોવાથી બાઈક ચાલકને પોતાના વાહનને સંતુલન કરવાનો મોકો નહોતો મળ્યો. બાઈક સવારને માથાના તથા શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ થતા તેમને સારવાર માટે સાણંદની સીવીલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યા તેમનુ સારવાર દરમ્યાન મોત નીપજ્યુ હતુ.
આ પણ વાંચો – ખેરાલુ : ચાડા કનોડીયા રોડ પર I-10 ના ચાલકે બાઈકસવારને હડફેટે લેતા યુવનનુ મોત
આમ ટ્રેક્ટર ચાલક રોડ ઉપર બીજાની જીંગદી જોખમાય એવી રીતે પોતાનુ વાહન હંકારી બાઈક સવારને ટક્કરમારી તેમનુ મોત નીપજાવી ઘટના સ્થળે તેમનુ ટ્રેક્ટર રાખી ભાગી જતા બાવલુ પોલીસે તેની વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી 279,304એ તથા મોટર વ્હિકલ એક્ટ કલમ 177,184,134 મુજબ ગુનો દાખલ કર્યો હતો.


