ખેરાલુના ચાડા કનેડીયા રોડ ઉપર એક કારચાલકે બાઈકસવારને હડફેટે લેતા અકસ્માતમાં તેનુ મોત નીપજ્યુ હતુ. I-10 નો ચાલક બાઈક સવારને ટક્કર મારી ઘટના સ્થળેથી નાસી ગયો હતો. જેથી પોલીસે તેની શોધખોળ શરૂ કરી હતી.
આ પણ વાંચો – સુતેલી યુવતીનુ મોઢુ દબાવી બળાત્કારની કોસીશ કરનાર યુુવક સામે ફરિયાદ
સલતાસણાના કનોડીયાનો એક 19 વર્ષીય યુવાન તેના બાઈક ઉપર ચાડા કનોડીયા રોડ ઉપરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા I-10 ના ચાલકે અચાનક આવી તેના બાઈકને જોરદાર ટક્કર મારી હતી. કાર ચાલક તેની આઈ 10 કાર(નંબર GJ-18-BF-3167) ગફલતભરી રીતે ચલાવતો હોઈ તેનુ સંતુલન ગુમાઈ જતા તેનો અકસ્માત થયો સર્જાતા 19 વર્ષીય યુવાનનુ મોત નીપજ્યુ હતુ.
આ પણ વાંચો – રીક્ષા ચાલકનુ મોત 4 ગંભીર, ઉંઝાના પળી રોડ પર રીક્ષાને ટક્કર મારી મેટાડોરનો ડ્રાઈવર ફરાર
આ અકસ્માત સર્જાવી કાર ચાલક ભાગી જતા ખેરાલુ પોલીસે તેની વિરૂધ્ધ 279,304એ તથા મોટર વ્હિકલ એક્ટ કલમ 177,184,134 મુજબ ગુનો નોધી તેની શોધખોળ હાથ ધરી હતી.