ગરવી તાકાત,બેચરાજી
મહેસાણા જિલ્લા બેચરાજી તાલુકા ની APMC ની ચૂંટણીનુ મતદાન આજે હોઈ અહિ બેચરાજી APMC ના વર્તમાન ચેરમેન અને પુર્વ ગ્રુહમંત્રી રજની પટેલ સમર્થીત માણસો ચુંટણીમાં ભાગ લેવા ઉમટી પડ્યા હતા. આ ચુંટણીમાં સરકારે સોશીયલ ડીસ્ટન્સની ગાઈડલાઈન નુ પાલન કરવાની સલાહ આપી હોવા છતા પણ પોલીંગ બુથ ઉપર મતદારો અને પોલીંગ એજન્ટ દ્વારા ખુદ સરકારી ગાઈડલાઈનનો ભંગ કરી રહ્યા નુ સામે આવ્યુ હતુ.
આ પણ વાંચો – રજની પટેલના ઈશારે અમારી અટકાયતો કરાઈ, બેચરાજી APMC ના ચેરમેનના જુથનો મોઢેરા પોલીસ સ્ટેશનમાં હોબાળો
