ગરવી તાકાત,બેચરાજી
બેચરાજી એ.પી.એમ.સી.ની ચુંટણીની તારીખો જાહેર થતા જ ભાજપના બે જુથો એક બીજાની સામ સામે આવી ગયા હતા.જેમાં ભુતપુર્વ ગ્રુહમંત્રી રજની પટેલના જુથના લોકોએ તીકડમ આજમાવી વર્તમાન ચેરમેન વિઠ્ઠલભાઈ પટેલના જુથના મતદારોના મતાધીકારને છીનવી લેવાયા હતા. ત્યાર બાદ વિઠ્ઠલભાઈ પટેલે હાઈકોર્ટમાં કેસ દાખલ કરી કોર્ટના જજમેન્ટ આધારે મતાધીકારનો હક્ક પાછો મેળવેલ હતો, ત્યાર બાદ ફરીથી ગઈકાલ રાત્રે નવો વિવાદ સામે આવ્યો હતો.
જેમાં વિઠ્ઠલભાઈ પટેલના જુથની કનોડા ગામની મંડળીના એક મતદાર ચમનભાઈ પરમારના ગુમ થયાની ફરીયાદ નોંધાઈ હતી. જે ફરિયાદ ખુદ ચમનભાઈ પરમારના પુત્રએ મોઢેરા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.આ ફરિયાદ મુજબ મોઢેરા પોલીસે ચમનભાઈ પરમારના અપહરણની શંકામાં અન્ય 2 એ.પી.એમ.સી.ના મતદારોને પોલીસ સ્ટેશનમાં ઉઠાવી લેવામાં આવ્યા હતા.જેઓ પણ વિઠ્ઠલભાઈ પટેલના જુથના હતા.
આ પણ વાંચો – બેચરાજી APMC ની 8 મંડળીઓને હાઈકોર્ટે મતાધીકાર પરત આપ્યો,મત અલગ પેટીમાં રાખવા પડશે
જેથી ચમનભાઈ પટેલ ખુદ પોલીસ સ્ટેશને હાજર થઈ જણાવ્યુ હતુ કે મારૂ કોઈ અપહરણ નથી થયુ,જેથી તમે આ બન્ને જણને છોડી મુકો છતા પણ પોલીસે આ બે મતદારને છોડવાની મનાઈ કરતા પોલીસ સ્ટેશને હોબાળો થયો હતો.
આ હોબાળા દરમ્યાન વિઠ્ઠલભાઈ પટેલના જુથના લોકો આરોપ લગાવી રહ્યા હતા કે રજની પટેલ સરકારી મશીનરીનો દુરઉપયોગ કરી રહ્યા છે અને આ બધી અટકાયતો રજની પટેલના ઈશારે થઈ રહી છે જેથી કરી તેઓ બેચરાજી એ.પી.એમ.સી.ના ઈલેક્શનને પ્રભાવીત કરી શકે.