બ્લોક રિસોર્સ સેન્ટર ઓલપાડ આયોજીત ઓનલાઈન ક્વિઝનાં વિજેતા જાહેર 

March 6, 2025
 બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ દ્વારા તાલુકાની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતાં શિક્ષકો માટે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ તથા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે ઓનલાઈન ક્વિઝ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં શિક્ષક ભાઈ-બહેનોએ રસપૂર્વક ભાગ લીધો હતો.
                 સદર આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ક્વિઝનાં વિજેતા શિક્ષકો આ મુજબ જાહેર થયા હતાં. પ્રથમ: હેમાક્ષીબેન પટેલ (દિહેણ પ્રા. શાળા), દ્વિતીય: સ્નેહલકુમાર પટેલ (માસમા પ્રા. શાળા), તૃતિય: જાગૃતિબેન પટેલ (પરીયા પ્રા. શાળા) જ્યારે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્વિઝનાં વિજેતા શિક્ષકો આ મુજબ જાહેર થયા હતાં. પ્રથમ: ભાર્ગવકુમાર ત્રિવેદી પટેલ (પરીયા પ્રા. શાળા), દ્વિતીય: યાનિકાબેન પટેલ (ઈશનપોર પ્રા. શાળા), તૃતિય: રજનીબેન પટેલ (સાયણ સુગર પ્રા. શાળા)
               ક્વિઝનાં વિજેતા સારસ્વતમિત્રોને બી.આર.સી.કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલ સહિત તમામ સી.આર.સી. કો-ઓર્ડિનેટર મિત્રોએ અભિનંદન પાઠવ્યા હતાં. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણા
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0