આજે 66માં પ્રજાસત્તાક દિનની ઉજવણી સમગ્ર દેશભરમાં સજ્જડ સુરક્ષા

January 25, 2023

પ્રજાસતાક દિન પર્વની ઉજવણી સમારોહમાં મિસ્રના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતહ અલ સીસી મુખ્ય અતિથિ 

સમારોહ દરમિયાન પરેડમાં સ્વદેશી હથિયારો ‘સ્વદેશી’નો મેસેજ આપશે

નવી દિલ્હી,તા.25 – આજે દેશના પ્રજાસતાક દિન પર્વને લઈને દેશની રાજધાની દિલ્હીમાં પરેડ, ધ્વજવંદન, સાંસ્કૃતિક કાર્યક્રમોને લઈને તડામાર તૈયારી કરાઇ હતી તો પ્રજાસતાક દિને પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ પ્રતિબંધીત પીએફઆઈના સભ્યો અને ભારતમાં અમાન્ય રોહિંગ્યાઓ દિલ્હી સહિત અન્ય સ્થળો પર આતંકી હુમલાના ફિરાકમાં હોઈ તેને લઈને દિલ્હી પોલીસ હાઈ એલર્ટ છે અને સુરક્ષાનો સજજડ બંદોબસ્ત કરાયો છે. 

પ્રજાસતાક દિન પર્વના સમારોહમાં અતિથિ વિશેષ તરીકે મિસ્રના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતેહ અલ સીસી ઉપસ્થિત રહેશે.  પ્રજાસતાક દિન પર્વની પુર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રજોગ સંબોધન કરશે. આ વર્ષે પ્રજાસતાક દિન પર્વે પરેડમાં સ્વદેશી હથિયારોનું પ્રદર્શન સ્વદેશીનો મેસેજ આપશે તો સેનાની મહિલા પાંખ તેના અવનવા કરતબો બતાવશે. પોલીસે જણાવ્યું છે કે કોઈ શંકાસ્પદ વસ્તુ કે ગતિવિધિ જણાય તો નજીકના પોલીસ અધિકારીઓને જાણ કરવી.

ખાવાના સામાન, પાણીની બોટલો, ડબ્બા, પાઉચ, કેમેરા, દૂરબીન, હેન્ડીકેમ, ટેપ રેકોર્ડર, ટ્રાન્ઝીસ્ટર બેગ, પેન, ડિઝીટલ ડાયરી આઈ પેડ, રિમોટ કંટ્રોલવાળી કાર લોકની ચાવીઓ, છત્રી, રમકડા, બંદૂક, શરાબ, ચાકૂ, કાતર, હથિયાર, સ્પ્રે વગેરે લઈ જવા પર પ્રતિબંધ ફરમાવાયો છે.  કર્તવ્ય પથ પર આયોજીત થનાર પ્રજાસતાક દિવસ સમારોહ દરમિયાન તિલક બ્રીજથી થઈ જતી ટ્રેનોનું આવન-જાવન કેટલાક સમય માટે બંધ રહેશે.

ડ્રોન અને પેરાગ્લાઈડીંગ ઉડાનો પર રોક: પ્રજાસતાક દિને સુરક્ષાને લઈને દિલ્હી પોલીસે આસમાનમાં ઉડતી વસ્તુઓ જેમ કે પેરા ગ્લાઈડર, પેરા મોટર, હેંગ ગ્લાઈડર, યુએવી, માઈક્રો લાઈટ વિમાન, રિમોટ સંચાલીત વિમાન, ગેસના ફુગ્ગા બલુન વગેરે ઉડાડવા પર પ્રતિબંધ લગાવાયો છે. આ પ્રતિબંધ 29 દિવસ સુધી છે.

બારકોડથી સમારોહમાં એન્ટ્રી મળશે: પ્રજાસતાક દિન સમારોહમાં લોકોનો પ્રવેશ બારકોડથી થશે. સ્કેન કરી વેરીફાઈ કરી એન્ટ્રી અપાશે. લોકોની સુવિધા માટે હેલ્પ ડેસ્ક પણ બનાવાઈ છે. આજુબાજુના વિસ્તારમાં જેટલી પણ મોટી ઈમારત છે તેને સીલ કરી દેવામાં આવશે. પોલીસના જણાવ્યા મુજબ આદેશોનું ઉલ્લંઘન કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે.

રાષ્ટ્રપતિ પુર્વ સંધ્યાએ રાષ્ટ્રજોગ પ્રવચન આપશે: 74માં પ્રજાસતાક દિન પર્વની પૂર્વ સંધ્યાએ દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રજોગ સંબોધન કરશે. મિસ્રના રાષ્ટ્રપતિ મુખ્ય અતિથિ: પ્રજાસતાક દિન પર્વના સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે મિસ્રના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતહ અલ સીસી ઉપસ્થિત રહેશે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0