દહેગામ અને ગાંધીનગર રોડ પર વૃક્ષ ધરાશાયી, થતા 3 ના મોત

July 13, 2022

ગરવી તાકાત ગાંધીનગર :  અમદાવાદમાં ત્રાટકેલા વરસાદે ઠેર-ઠેર વિનાસ વેર્યો. આભની અટારીએથી ઉતરેલી આ આફતને પગલે પાણી ભરાવા સહિતના ખાના-ખરાબીના દ્રશ્યો સર્જાય. આ દરમિયાન ભારે પવનની થપાટે આજે સોલંકી પુરા પાસે તોતિંગ વૃક્ષ ધારશાઇ થયું હતું. દહેગામ-ગાંધીનગર રોડ ઉપર વર્ષો જૂનું ઘેઘૂર વૃક્ષ કાળ બનીને રીક્ષા પર ખાબકતા 3 લોકોના કમકમાંટીભર્યા મોત નિપજ્યાં. જેને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી જવા પામી.

દહેગામ-ગાંધીનગર રોડ ઉપર પેસેન્જર સવાર રિક્ષા પસાર થઇ રહી હતી. આ વેળાએ શહેરના સોલંકીપુરા વિસ્તારમાં પીપળાનું મોટું ઝાડ એકાએક જમીન પર પડ્યું જે સીધું જ રીક્ષા ઉપર પડતા રિક્ષામાં સવાર 6 લોકોને ગંભીર ઇજા થવા પામી. જેમાં 3 વ્યક્તિ કાળનો કોળીયો બની ગયા. 3 લોકોના મોતને લઈને સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી જવા પામ્યો હતો. બીજી તરફ આ કરુણ ઘટના અંગેના વાવડ વહેતા થતાં લોકોના ટોળે ટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા અને તંત્રના સબંધિત વિભાગને જાણ કરતાં ટીમ દોડી આવી.

વધુમાં આ ઘટનામાં 3 લોકોને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલીક હોસ્પિટલ ખસેડવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી.આ કરુણાંતિકા બાદ તોતિંગ વૃક્ષની ડાળીઓ રસ્તા ઉપર પડતાં ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0