કડીમાં 24- કડી વિધાનસભા મતદાર યાદી સુધારણા માટે SIR તાલીમ યોજાઈ: ચૂંટણી અધિકારીઓ, BLOs અને કર્મચારીઓને માર્ગદર્શન અપાયું

November 3, 2025

ગરવી તાકાત મહેસાણા : ભારતીય ચૂંટણી પંચ દ્વારા મુક્ત અને ન્યાયિક ચૂંટણી માટે મતદાર યાદીમાં રહેલી ટેકનિકલ ખામીઓ દૂર કરવા દેશભરમાં SIR (Special Summary Revision) કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમના અમલીકરણ માટે મહેસાણા જિલ્લા ના કડી તાલુકામાં ચૂંટણી તંત્ર દ્વારા ચંપાબેન રતિલાલ પટેલ ટાઉન હોલ ખાતે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. 27/10/2025ના રોજ ભારતીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં ખાસ સઘન સુધારણાનો પ્રોગ્રામ જાહેર કરવામાં આવેલ છે. જે અન્વયે તારીખ-04/11/2025 થી આ કામગીરી ચાલુ થવાની છે. જેમાં સૌ પ્રથમ તારીખ-4/11/2025 થી તારીખ-4/12/2025 સુધીમાં તમામ મતદારોની ઓળખ કરીને ઘરે-ઘરે જઈને તેઓની વિગતો મેળવવી. જેમાં ચૂંટણી પંચ દ્વારા નક્કી કરવામાં આવેલ ફોર્મમાં જેઓના નામ 2002ની મતદારયાદીમાં સમાવેશ છે.

તેવા મતદારોએ તેની વિગતો મતદારયાદી માંથી શોધી અથવા ગુજરાત ના કોઈપણ ભાગ ના સેક્શ નો જાણવા માટે ની લિંક erms.gujarat.gov.in/Search/SearchSections.aspx તથા કોઈ પણ મતદાર નું 2002ની મતદારયાદી માં નામ શોધવા માટે ની લિંક erms.gujarat.gov.in/Search/SearchElectorDB.aspx માંથી ઓનલાઈન સર્ચ કરી શકે છે. જો મતદાર પોતાના મત વિભાગ સિવાયના મત વિસ્તારમાં રહેતા હોય તો પોતાના મત વિસ્તારના બુથ લેવલ ઓફીસરશ્રી નો સંપર્ક કરીને પોતાના ફોર્મ મેળવી શકે છે. જે માટે દરેક મતદારોએ આ કામગીરી બુથ લેવલ ઓફીસરશ્રી ઓને સાથ સહકાર આપવા તંત્ર તરફથી વિનંતી કરવામાં આવેલ છે.

તાલીમમાં તાલુકાના ચૂંટણી અધિકારીઓ, બૂથ લેવલ ઓફિસર્સ (BLOs), સુપરવાઇઝર્સ અને સંલગ્ન કર્મચારીઓએ ભાગ લીધો હતો. SIR કાર્યક્રમ અંતર્ગત મતદાર યાદી સુધારણા માટે ફોર્મ છાપકામ, તેની વહેંચણી, એકત્રીકરણ, ડિજિટલાઇઝેશન, મુસદ્દા મતદાર યાદીની પ્રસિદ્ધિ, હક્ક દાવા તથા વાંધા અરજીઓનો નિકાલ અને મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ જેવી મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવશે. તાલીમ દરમિયાન ફોર્મ ભરવાની રીત, ડેટા એન્ટ્રી, ડિજિટલ પ્રક્રિયા, અરજીઓનો નિકાલ તેમજ મતદાર યાદી સુધારણાના તમામ તબક્કાઓની વિગતવાર માહિતી આપવામાં આવી હતી.

આ તાલીમનો મુખ્ય હેતુ મતદાર યાદીમાં શુદ્ધતા, પારદર્શિતા અને સમયબદ્ધતા જાળવી રાખવાનો છે. જિલ્લા ચૂંટણી અધિકારીએ તમામ અધિકારીઓને આ કાર્યક્રમને ગંભીરતાથી અમલમાં મૂકવા સૂચના આપી છે અને નાગરિકોનો સહયોગ પણ અપેક્ષિત છે. આ તાલીમ માં પ્રાંત અધિકારી આશિષભાઈ, મામલતદાર માધવીબેન પટેલ, કડી નગરપાલિકા ચીફ ઓફિસર સિદ્ધાર્થભાઈ પટેલ, ટી. ડી. ઓ મૌલિકભાઈ દેસાઈ, વિઠલભાઈ ચૌધરી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી કડી, ધવલ પટેલ નાયબ મામલતદાર, હેમાલીબેન મહેશ્વરી નાયબ મામલતદાર તથા કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0