2022 ના T20 વર્લ્ડ કપનો કાર્યક્રમ જાહેર, ઓસ્ટ્રેલીયા યજમાન – MCG ખાતે 13 નવેમ્બરે ફાઈનલ !

November 16, 2021
MCG

આ દરમિયાન આગામી વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી-20 વર્લ્ડ કપ 2022ની જાહેરાત કરવામાં આવી છે. ઓસ્ટ્રેલિયાનાં સાત શહેર ટી-20 વર્લ્ડ કપ 2022 માટે યજમાન માટે પસંદ કરવામાં આવ્યાં છે.આઇસીસી ટી ટવેન્ટી વિશ્વકપ 2021નું સમાપન 14 નવેમ્બરે દુબઈમાં થયું, જેમાં ઓસ્ટ્રેલિયા વિજેતા રહ્યું હતું.


ટી-ટવેન્ટી વિશ્વકપ 2021નો માહોલ હજી ઠંડો થયો નથી કે ઓસ્ટ્રેલિયામાં યોજાનારા ટી-ટવેન્ટી વિશ્વકપ 2022 ના કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવી છે. આ કાર્યક્રમ હેઠળ અમે એ વર્લ્ડ કપમાં રમાનારી મેચની સંખ્યા, મેદાનની સંખ્યા ઉપરાંત ફાઇનલ અને સેમી-ફાઇનલ સહિતની બધી જ માહિતી જણાવી રહ્યા છીએ. ટી20 વર્લ્ડ કપ 2022માં કુલ 45મેચ રમાશે. આ તમામ મેચ ઓસ્ટ્રેલિયાનાં 7 મેદાન પર રમાશે. એડિલેડ ઓવલ, ગાબા, કાર્ડિનિયા પાર્ક, હોબાર્ટમાં બેલેરીવ ઓવલ, પર્થ, એમસીજી અને સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 45 મેચ યોજાવાની છે.

આવતા વર્ષે 16 ઓક્ટોબરથી 13 નવેમ્બર દરમિયાન યોજાનારી આ ઈવેન્ટમાં એડિલેડ, બ્રિસ્બેન, જીલોંગ, હોબાર્ટ, મેલબોર્ન, પર્થ અને સિડનીમાં કુલ 45 મેચ રમાશે આઇઈસસી મેન્સ ટી-20 વર્લ્ડ કપ 2022 ફાઈનલ 13 નવેમ્બર 2022ના  રોજ મેલબોર્ન ખાતે યોજાશે. સેમી-ફાઇનલ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ અને એડિલેડ ઓવલ ખાતે અનુક્રમે 9 અને 10 નવેમ્બરે યોજાશે. તમામ મેચોમાં મોટી સંખ્યામાં દર્શકો પહોંચે એવી પણ શક્યતા છે.


ટી-20 વર્લ્ડ કપ 2022 નું આયોજન આગામી વર્ષે ઓક્ટોબર નવેમ્બરમાં થશે. આ આઇસીસી ટૂર્નામેન્ટની 8મી આવૃત્તિની સેમી-ફાઇનલ મેચો 9 અને 10 નવેમ્બરે રમાશે. પ્રથમ સેમી-ફાઇનલ ૯નવેમ્બરના રોજ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાશે, જ્યારે 10 નવેમ્બરે બીજી સેમી-ફાઇનલ એડિલેડ ઓવલ ખાતે રમાશે. ટી-20 વર્લ્ડ કપ 2022 ની ફાઇનલ મેચ 13 નવેમ્બર 2022 ના રોજ રમાશે. આ ફાઈનલ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ એટલે કે એમસીજી ખાતે યોજાશે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0