2015ની બેચના IPS કક્ષાના અધિકારી અચલ ત્યાગીની દિલ્હી CBIમાં નિયુક્તિ 

December 9, 2023

ગરવી તાકાત, મહેસાણા તા. 09 –  મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગીને દિલ્હીથી સીબીઆઇમાં આઇપીએસ કક્ષાની પોસ્ટ ઉપર પસંદગી કરવામાં આવી છે. 2015ની બેચના આઇપીએસ કક્ષાના અધિકારી છે અચલ ત્યાગી. તો સાથે સાથે દિલ્હી ખાતેથી ગુજરાતના વધુ 2 આઇપીએસ કક્ષાના અધિકારીઓને સીબીઆઇમાં પાંચ વર્ષ માટે ડેપ્યુટેશન ઉપર મુકવામાં આવ્યાં છે. મહત્વની બાબત છે કે, મહેસાણા જિલ્લામાં પોલીસવડા અચલ ત્યાગીની અત્યાર સુધીની સચોટ કામગીરી રહી છે.

જિલ્લા પોલીસવડાની તેઓની પોતાના આઇપીએસ કક્ષાની ફરજ બજાવવાની નિષ્ઠા એક પ્રમાણિક અધિકારીની છાપ રહી છે જેમની કામગીરીને ધ્યાનમાં લેતાં મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગીની દિલ્હી ખાતે સીબીઆઇમાં પસંદગી કરવામાં આવતાં મહેસાણા જિલ્લા પોલીસબેડામાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે કે જિલ્લા પોલીસવડાને દિલ્હી ખાતે પસંદગી કરાતાં પોલીસબેડા માટે ગૌરવની વાત છે.

નોંધનીય બાબત છે કે આગામી સમયમાં યોજાનાર લોકસભાની ચૂંટણીને લઇને આઇપીએસ કક્ષાના અધિકારીની બદલીઓ થવાના સંકેતો મળી રહ્યાં હતા. ત્યારે ગુજરાતમાંથી અનેક આઇપીએસ કક્ષાના અધિકારીની બદલીઓ પણ કરવામાં આવી છે ત્યારે હવે મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગીના સ્થાને નવા અધિકારીના નામની હાલ કોઇ ચર્ચા નથી કે કયા અધિકારી મહેસાણા જિલ્લા પોલીસવડા તરીકે આવશે. જો કે નવા અધિકારીની નિમણૂંક ન થાય ત્યાં સુધી જિલ્લા પોલીસવડા અચલ ત્યાગી મહેસાણા જિલ્લાનો કાર્યભાર સંભાળશે એવી ચર્ચા જોવા મળી રહી છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0