કડીના રાજપુર સ્થિત ઈન્દ્રશીલ યુનિવર્સિટીનો 1st પદવીદાન સમારંભ યોજાયો

February 10, 2022

શિક્ષણ, સંશોધન અને વ્યસાયલક્ષી વિકાસને કેન્દ્રમાં રાખીને લાઈફ સાયન્સિસમાં અભ્યાસક્રમો ઑફર કરતી ઈન્દ્રશીલ યુનિવર્સિટીનો પદવીદાન સમારંભ ગુરૂવાર તા. ૧૦ ફેબ્રુઆરી, ૨૦૨૨ ના રોજ ભારે ઉત્સાહ સાથે યોજાયો હતો. પદવીદાન સમારંભના મુખ્ય મહેમાન રશિયન, યુકે અને જર્મન એકેડેમી ઑફ સાયન્સિસના સભ્ય પ્રો. ગોવર્ધન મહેતા હતા.

ગરવી તાકાત મેહસાણા:  યુનિવર્સિટી, લાઈફ સાયન્સિસના અભ્યાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને બેઝિક સાયન્સિસની તમામ વિદ્યાશાખાઓ અને એન્જીન્યરિંગને આવરી લે છે. યુનિવર્સિટી સુઆયોજીત અને નિર્ધા રિત કાર્યક્રમો અનુસાર ઔદ્યોગિક તાલિમ પણ પૂરી પાડે છે, જે વિદ્યાર્થીઓને ઔદ્યોગિક વાતાવરણને સારી રીતે સમજીને ઉદ્યોગ જગતના અગ્રણીઓ સાથે પરામર્શ કરીને પરિચય મેળવવાની તક પૂરી પાડે છે. આ દીકરીને આજે ગોલ્ડ મેડલ મળ્યો છે ગરવી તાકાત દૈનિક તરફથી તેને ખૂબ ખૂબ અભિનંદન ( ચૌધરી વૈશાલી દિનેશભાઈ  )

વિજ્ઞાન અને એન્જીનિયરીંગના વિવિધ ક્ષેત્રોના અભ્યાસની સાથે સાથે હોસ્પિટલ મેનેજમેન્ટ અને પર્યાવરણ, આરોગ્ય અને સલામતી જેવા વિવિધ વિષયોને યુનિવર્સિટીમાં ઑફર કરાતા વિવિધ કાર્યક્રમો હેઠળ આવરી લેવામાં આવે છે. પ્રોજેક્ટ એસાઈન્મેન્ટ ઉદ્યોગોની કામગીરીને ધ્યાનમાં રાખીને આપવામાં આવે છે કે જેથી વિદ્યાર્થીઓ ક્લાસરૂમમાં મેળવેલા ભણતરને વ્યવહારીક ઉપયોગમાં મૂકી શકે અને અભ્યાસ પૂરો કર્યા પછી ઉદ્યોગમાં કામગીરી માટે સજ્જ બની શકે.

ઈન્દ્રશીલ યુનિવર્સિટીના બોર્ડ ઑફ મેનેજમેન્ટના ચેરમેન શ્રી મહેશ્વ સાહુએ (નિવૃત્ત આઈએએસ) પદવીદાન સમારંભમાં ભાગ લઈ વિદ્યાર્થીઓને સંબોધતાં પ્રેસિડેન્ટ ડૉ. રાજીવ એ. મોદીનો સંદેશો વાંચી સંભળાવ્યો હતો. ડૉ. રાજીવ મોદીએ પોતાની શુભેચ્છાઓ પાઠવીને જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓએ સંશોધન, અભ્યાસ અને ઉદ્યોગના સુવર્ણ ત્રિકોણ ઉપર ધ્યાન આપવું જોઈએ. ઈન્દ્રશીલ યુનિવર્સિટીનો ઉદ્દેશ તેના હાલના સ્વરૂપમાં આત્મનિર્ભર ભારતના નિર્માણનો છે. વર્તમાન સમયમાં ઉ

ચ્ચ શિક્ષણનું પુનઃગઠન જરૂરી છે અને વર્તમાનને સુસંગત રહેવા માટે અભ્યાસક્રમના માળખામાં સતત સુધારા તથા મૂલ્યવર્ધિત તાલીમનો સમાવેશ કરવો જરૂરી છે. ઈન્દ્રશીલ યુનિવર્સિટી પ્રાદેશિક વિદ્યાર્થીઓને તેમનું જ્ઞાન અને કૌશલ્યમાં વધારો કરવાની સાથે સાથે વિશ્વમાં સ્પર્ધાત્મક સરસાઈ અપાવવાનો ઉદ્દેશ ધરાવે છે.

ઓર્ગેનિક કેમિસ્ટ્રીના મહાન વૈજ્ઞાનિક, વાઈસ ચાન્સેલર ડૉ. જે એસ. યાદવે આ શૈક્ષણિક સંસ્થાની ઉત્કૃષ્ટતા, સિધ્ધિઓ અને ભવિષ્યલક્ષી અભિગમનો યુનિવર્સિટીના વાર્ષિક અહેવાલના આધારે ખ્યાલ આપ્યો હતો. ઈન્દ્રશીલ યુનિવર્સિટી ગુજરાતમાં અગ્રણી લાઈફ સાયન્સિસ યુનિવર્સિટી તરીકે ઉભરી રહી છે અને સંશોધન તથા ઈનોવેશનમાં નોંધપાત્ર પ્રદાન કરી રહી છે. સ્નાતક તરીકેની પદવી મેળવનાર વિદ્યાર્થીઓને અભિનંદન આપતાં પ્રોફેસર ગોવર્ધન મહેતાએ તેમના પ્રવચનમાં જણાવ્યું હતું કે હંમેશા મહત્વાકાંક્ષી બનો અને પોતાની ક્ષમતા સિધ્ધ કરવા પ્રયત્નશીલ રહો.

‘તમે જે છો’ અને ‘તમે જે બનવા માંગો છો’ તેની વચ્ચે સમતુલા જાળવો. તેમણે એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે જીવનની મજલમાં શિક્ષણ ફળદાયી અને તંદુરસ્ત જીવન માટે એક આવશ્યક પરિબળ છે. તેમણે માન

વતા, અન્ય વ્યકિતની સમજ પ્રત્યે સંવેદનશીલતા અને નમ્રતા દાખવવા જેવી નોંધપાત્ર ત્રણ બાબતો ઉપર ભાર મૂકવા જણાવ્યું હતું. યુનિવર્સિટીના સ્થાપક શ્રી ઈન્દ્રવદન મોદીના ફાર્માસ્યુટિકલ ઉદ્યોગમાં યોગદાનને યાદ અપાવતાં વિદ્યાર્થીઓને તેમના જીવનમાંથી પ્રેરણા લેવા જણાવ્યું હતું અને શિક્ષણ માનવ જીવન માટે સેવા આપવાનો આદર્શ બની રહેવું જોઈએ તેમ સૂચવ્યું હતું.

આ પદવીદાન સમારંભમાં કુલ ૨૮૬ સ્નાતક અને અનુસ્નાતક વિદ્યાર્થીઓને પદવી આપવામાં આવી હતી તથા ૧૪ વિદ્યાર્થીઓને મેડલ તથા રેન્ક સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. પદવી લઈ રહેલા વિદ્યાર્થીઓએ શપથ લીધાં હતાં. રાષ્ટ્રગીત સાથે પદવીદાન સમારંભનું સમાપન થયું હતું.

તસવિર અને આહેવાલ : નાયક અક્ષય- મેહસાણા

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0