ગરવી તાકાત મેહસાણા: મહેસાણા જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયા દરમિયાન કોરોના સંક્રમણમાં એકાએક ઘટાડો જોવા મળી રહ્યો છે. જિલ્લામાં કોરોનાના ગઈકાલે રવિવારે નવા 186 કેસ નોંધાયા છે. જેની સામે ગઈકાલે 193 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જિલ્લામાં ત્રીજી લહેરમાં એક્ટિવ કેસનો આંકડો 1251 પર છે.
જિલ્લામાં પ્રતિદિન જેટલા કોરોનાના કેસ સામે આવે છે એના કરતાં ડિસ્ચાર્જની સંખ્યા વધારે હોય છે. જેથી એક્ટિવ કેસનો આંકડો નીચે આવી રહ્યો છે. ગઈકાલે નવા 186 કેસ નોંધાયા હતા, જેની સામે 193 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ગઈકાલે શહેરી વિસ્તારમાં 82 કેસ જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં 104 કેસ નોંધાયા છે.
ગઈકાલે નોંધાયેલા કેસ તરફ નજર કરીએ તો, મહેસાણા તાલુકામાં 123 કેસ, વિસનગર તાલુકામાં 3, ઊંઝા તાલુકામાં 1, વિજાપુર તાલુકામાં 5, બેચરાજી તાલુકામાં 9, જોટાણા તાલુકામાં 14 અને કડી તાલુકામાં 32 કેસ મળી નવા 186 કેસ નોંધાયા છે.