ઊંઝા તાલુકા પંચાયતની બેઠકમાં 1 કરોડના કામો મંજૂર કરવામાં આવ્યા

February 12, 2022

ગરવી તાકાત મેહસાણા: ઊંઝા તાલુકા પંચાયતના સભાખંડમાં તાલુકા પંચાયત પ્રમુખ સીતા બહેન પટેલના અધ્યક્ષ સ્થાને આયોજન સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં 2022 અને 23ની 15% વિવેકાધીન જોગવાઈની જનરલ ગ્રાન્ટ 81.50 તથા અંગભૂતની 11.00 લાખ તથા 7.50 લાખ 5% પ્રોત્સાહક જોગવાઈના કામોની ગ્રાન્ટ આમ કુલ ગ્રાન્ટ રૂ.1.00 કરોડના કામો મંજૂર કરવામાં આવ્યા હતા. જેમાં ગ્રામ્ય વિસ્તારોમાં આંતરિક રસ્તા, સિમેન્ટ બ્લોક પેવીંગ રોડ, પાણી પુરવઠા, સેનિટેશન, ભૂમિ સંરક્ષણ, પ્રાથમિક શિક્ષણ, આંગણવાડીના કામો મંજૂર કરવામાં આવ્યા.

ધારાસભ્ય સ્વ.ડૉ.આશાબેન પટેલની ધારાફંડની વર્ષ-2021-2022ની ગ્રાન્ટ રૂ.80.00 લાખ આયોજન સમિતિને તબદીલ કરેલ જે ગ્રાન્ટના કામો બેઠકમાં મંજૂર કરવામાં આવ્યા હતા. આમ આયોજન સમિતિની બેઠકમાં 1.80 કરોડના વિકાસના કામોની મંજુરી આપવમાં આવી.

તાલુકા આયોજન સમિતિની બેઠકમાં ઉંઝા તાલુકા પંચાયતના સભા ખંડમાં તાલુકા પંચાયત ઉંઝાના પ્રમુખ સીતાબહેન વી.પટેલના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં હરિભાઈ એન.પટેલ કારોબારી ચેરમેન જિ.પં.મહેસાણા સદસ્ય જિ.પં ઉનાવા સીટ, સુરેખાબેન ડી.પટેલ જિ.પં સદસ્ય કહોડા સીટ, સુમિત્રાબેન કનુભાઈ પટેલ જિ.પં સદસ્ય કામલી સીટ, સરોજબેન એ.પટેલ ચેરમેન સામાજિક ન્યાય સમિતિ તા.પં.ઉંઝા તથા તાલુકા વિકાસ અધિકારી ડૉ.ભાર્ગવીબેન જી. વ્યાસ બેઠકમાં હાજર રહ્યા હતા.

તસવિર અને આહેવાલ : નાયક અક્ષય- મેહસાણા

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0