👉 મહેસાણા એસ.ઓ.જી પોલીસે કડી માં આવેલ રણછોડરાય એસ્ટેટ માં દરોડા પાડયા.
બનાસકાંઠાના ડીસામાં ફટાકડાંની ફેક્ટરીમાં આગ લાગતા 21 શ્રમિકોએ જીવ ગુમાવ્યો છે. હવે ગુજરાત સરકાર દ્વારા આ બાબતે ને ગંભીર નોંધ લઇને સરકાર પણ હવે એક્શન મોડ માં જોવા મળી રહી છે ત્યારે મહેસાણા જીલ્લા માં પણ આવા અનેક વેપારીઓ દ્ધારા ગેરકાયદેસર પરવાનગી વગર બેફામ રીતે ફટાકડા નું વેચાણ કરવામાં આવતું હોય છે અને તે વેપારીઓ ફટાકડાં ના સ્ટોક માટે જરૂરી ગોડાઉન માં જથ્થો રાખી ને તેનું વેચાણ કરવામાં આવતું હોય છે.
ડિસા માં બનેલી દુર્ધટના ને લઈને હવે મહેસાણા જીલ્લા માં પણ તેના પડઘાં પડ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે.શહેરની તમામ ફટાકડાની ફેક્ટરી તથા ગોડાઉનની સેફટી ઓડિટ કરવા માટે સુચનાઓ આપવામાં આવી છે. ફટાકડાના ગોડાઉનમાં કોઈ ખામી કે બેદરકારી દેખાશે તો તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે તેવું જાણવા મળ્યું હતું.
કડી ના નંદાસણ રોડ ઉપર આવેલ રણછોડરાય એસ્ટેટ માં આવેલ ગોડાઉન માં ફટાકડા નો જથ્થો હોય તેવી વિગતો મહેસાણા જીલ્લા ના એસ.ઓ. જી પોલીસે ને જાણ થઈ હતી અને તેની તપાસ ને લઇ ને એસ. ઓ. જી પોલીસ ના પી.એસ.આઇ તથા તેમના સ્ટાફ સાથે તે ગોડાઉન ખોલી ને તેને ચેક કરવામાં આવ્યું હતું અને આ વેચાણ કરતા વેપારી પાસે આના જરૂરી પુરાવા માંગવા માં આવ્યા હતું પરંતુ જરૂરી પુરાવા કે ગોડાઉન માં કોઈ સેફ્ટી ના સાધનો ના જોવા મળતા મહેસાણા એસ.ઓ. જી પોલીસે ગોડાઉન ના માલિક ભરતકુમાર દોલતરામ રંગવાણી સામે કાર્યવાહી કરી ને ગોડાઉનમાં રહેલ 63,500/- રૂપિયાન મુદ્દામાલ જપ્ત કરી ને ગોડાઉન ને સીઝ કરવામાં આવ્યું હતું અને તેની સામે કાર્યવાહી કરવા માં આવી હતી અને જેને લઈને કડી માં આવા અનેક ગોડાઉન માં રહેલ ફટાકડા નું વેચાણ કરતા કે તેના જથ્થા નું સંગ્રહ કરતા વેપારીઓ માં ફફડાટ ફેલાયો હતો.
જૈમિન સથવારા – કડી