મહેસાણા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ ( દૂધસાગર ડેરી ) ના કર્મશીલ ચેરમેન શ્રી . અશોકભાઇ ચૌધરી ના અથાગ પ્રયત્નો અને સતત ના ધોરણે દૂધસાગર ને વિકાસ અને સફળતા ના ગૌરી શિખર અપાવવાના ભાગ રૂપે આજે રાજય સરકાર દ્વારા દૂધ  મંડળીઓ ના મકાન અને ગોડાઉન બાંધકામ માટે અપાતી સહાય અંતર્ગત વિવિધ ૧૩ દૂધ મંડળીઓ ના પ્રતિનિધિઓ ને રૂ. ૨૫૦૦૦૦૦ / – ( પચ્ચીસ લાખ ) ના ચેક વિતરીત કરવામાં આવ્યા