મહેસાણા જિલ્લામાં ચોમાસામાં ધોવાઈ ગયેલા રસ્તાઓનું સમારકામ હાથ ધરાયું…

July 15, 2025

ગરવી તાકાત મહેસાણા : માર્ગ અને મકાન વિભાગ દ્વારા જિલ્લામાં ક્ષતિગ્રસ્ત બનેલ રસ્તાઓનું સમારકામ કરવામાં આવી રહ્યું ત્યારે વર્તુળના અધિક્ષક ઇજનેર એલ.ડી. ચૌધરીએ ઊંઝા-પાટણ રોડ પર અને મહેસાણા-મોઢેરા રોડ પર કામગીરીનું નિરીક્ષણ કરી આ રસ્તાઓનું તાત્કાલિક સમારકામ પૂર્ણ થાય તે માટે સંબંધિતોને જરૂરી સૂચના આપી.

મહેસાણા માર્ગ અને મકાન વર્તુળના અધિક્ષક ઇજનેર એલ.ડી. ચૌધરી જણાવે કે, વરસાદ બંધ થતાં માર્ગ અને મકાન વર્તુળ હસ્તકના તમામ જિલ્લાઓમાં મરામતની કામગીરી શરૂ કરવામાં આવી આ મરામતની કામગીરી અન્વયે મહેસાણા વર્તુળ હસ્તકના મહેસાણા વિભાગ દ્વારા અલગ અલગ રોડ રસ્તા પર મરામતની કામગીરી કરવામાં આવી રહી.

જેના નિરીક્ષણ અર્થે આજે સ્થળ મુલાકાત લીધી છે અને આ મરામતની કામગીરી સત્વરે પૂર્ણ થાય અને યોગ્ય તેમજ ગુણવત્તા સાથે થાય એ પ્રકારની કામગીરી કરવા સંબંધિતોને જરૂરી સૂચના આપી છે. માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર વિપુલ વાઘેલા અને નાયબ કાર્યપાલક ઇજનેર કે.કે.પટેલ હાજર રહ્યા હતા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0