દેદિયાસણ GIDCમાં લોખંડના રોડ નો ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો : પાંચોટના 3 શખ્સો પકડાયા

January 3, 2022

ગરવી તાકાત મેહસાણા: મહેસાણાની દેદિયાસણ જીઆઈડીસીના પ્લોટમાંથી દોઢ માસ અગાઉ લોખંડના રોલ ચોરનાર પાંચોટના 3 શખ્સોને તાલુકા પોલીસે ઝડપીને ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો છે. ઝડપાયેલા 3 પૈકી એક શખ્સે એક્ટિવા ચોરી પણ કબૂલી હતી

મહેસાણા તાલુકા પીએસઆઇ એમ. બી. વાઘેલા તેમજ સ્ટાફના માણસોએ બાતમી આધારે પાંચોટના 3 શખ્સોને પકડીને દોઢ માસ અગાઉ થયેલી ચોરીનો ભેદ ઉકેલ્યો છે. ત્રણેય શખ્સોએ દેદિયાસણ જીઆઈડીસીના પ્લોટ નંબર 200માંથી લોખંડના રોડની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. ત્રણેય શખ્સોને ગુનામાં વપરાયેલા છોટા હાથી અને ચોરી કરેલા રૂપિયા 70 હજારની કિંમતના લોખંડના 7 રોડ સાથે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા 3 પૈકી ઠાકોર રણજીતજી સેંધાજીએ દેદિયાસણ જીઆઈડીસીના પ્લોટ નંબર 288 પાસેથી એક્ટિવાની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી

આરોપીઓના નામ
1. સાધુ ધ્રુવ ઉર્ફે કાળો મુકેશભાઈ ભીખાભાઈ
2. ઠાકોર રણજીતજી સેધાજી જુહાજી
3. પટેલ કેતન રણછોડભાઈ (રહે. પાંચોટ

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0