ગુજરાત માટે મોટા રાહતના સમાચાર, ધીરે ધીરે કાબુમાં આવી રહ્યો છે Corona રાક્ષસ

શેર કરવા અહીં ક્લિક કરો.

garvi takat.ગાંધીનગર: રાજ્યમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. કોરોનાની બીજી લહેર પહેલા કરતા વધારે ભયાનક હોય તે પ્રકારે રોજેરોજ આંકઓ પોતાનો જ બનાવેલો રેકોર્ડ તોડી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 14 હજારથી વધુ કોરોનાના કેસો નોંધાયા છે. તો બીજી તરફ મોતનો આંકડો પણ તમામ રેકોર્ડ તોડી રહ્યો છે. જો કે હવે કોરોના તબક્કાવાર રીતે કાબુમાં આવી રહ્યો છે. આંકડો 14 હજારની આસપાસ સ્થિર થઇ રહ્યો છે.

સતત રસીકરણને કારણે અને સરકારનાં પ્રયાસોનાં કારણે કોરોનાનો આંકડો સ્થિર થઇ રહ્યો છે. કેટલાક નિષ્ણાંતોનો દાવો છેકે સરકાર ટેસ્ટિંગ ઘટાડીને આંકડા કાબુમાં હોવાનાં દાવા કરી રહી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 14,327 નવા કોરોના કેસ નોંધાયા છે. તો બીજી તરફ માત્ર 9,544 લોકો કોરોનાને મ્હાત આપીને સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 4,08,368 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જો કે, રાજ્યનો રિકવરી રેટ આજે પણ ઘટ્યો હતો અને 73.82 ટકાએ પહોંચ્યો હતો.

અત્યાર સુધીમાં 96,33,415 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 22,89,426 વ્યક્તિઓનું બીજા ડોઝની રસી અપાઇ ચુકી છે. આ પ્રકારે કુલ 1,19,22,841 રસીકરણના ડોઝ આપવામાં આવ્યા. આજે 60 વર્ષથી વધારે વયના તેમજ 45-60 વર્ષનાં કુલ 62,026 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 62,0261 વ્યક્તિઓનું બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીની કોઇ ગંભીર આડઅસર જોવા મળી નથી.

રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો કુલ 1,37,794 એક્ટિવ દર્દી છે, જે પૈકી 572 લોકો વેન્ટિલેટર પર છે અને 1,37,222 લોકો સ્ટેબલ છે. 4,08,368 લોકોને ડિસ્ચાર્જ અપાઇ ચુક્યું છે. 7,010 લોકોનાં મોત નિપજ્યાં છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.