છેલ્લા 8 મહિનાથી ખેડુતો કેન્દ્ર સરકારના વિવાદિત કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહ્યા છે. આ આંદોલન વિશ્વનુ સૌથી મોટુ આંદોલન છે જે શાંતીપુર્વક ચાલી રહ્યુ છે. દિલ્હીની સરહદો પર બેઠેલા ખેડુતોની માંગ છે કે આ ત્રણેય કૃષિ કાયદા તાત્કાલિક રદ કરવામાં આવે તથા એમએસપીનો કાયદો બનાવવામાં આવે. આ અંગે સરકાર અને ખેડૂતો વચ્ચે અનેક રાઉન્ડની વાટાઘાટો પણ યોજાઇ હતી, પરંતુ છેલ્લા ઘણા સમયથી વાટાઘાટો બંધ છે. આવી સ્થિતિમાં હવે ખેડૂત સંગઠનોએ જાહેરાત કરી છે કે તેઓ ભાજપ સરકારના કાયદા વિરુદ્ધ અભિયાન શરૂ કરશે. પશ્ચિમ બંગાળની ચૂંટણી દરમિયાન જેવું થયું તે જ રીતે આગામી વિધાનસભાની ચૂંટણીમાં પણ ખેડૂતો લોકો સુધી પહોંચશે.
ખેડૂત નેતા રાકેશ ટીકૈતે ચેતવણી આપી છે કે, હવે યુપીની રાજધાની લખનઉને પણ દિલ્હી બનાવવામાં આવશે. તેમણે કહ્યું કે, જેમ દિલ્હીની તમામ સરહદો સીલ કરી દેવામાં આવી છે, તે જ રીતે લખનઉની સરહદે પણ ખેડૂત બેસશે. રાકેશ ટિકૈતે કહ્યું કે જો સરકાર કોઈ ખુલાસો નહીં આપે તો અમે તે તૈયારીઓ શરૂ કરીશું. ઉલ્લેખનીય છે કે, યુપીમાં આગામી કેટલાક મહિના પછી વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે, આવી સ્થિતિમાં ખેડૂત સંગઠનોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે.
આ દરમિયાન ખેડૂત નેતા રાકેશ ટીકાઈતે ભાજપ પર જોરદાર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે આ સરકાર વધુ શક્તિશાળી બની રહી છે અને શક્તિશાળી સરકાર તેના શિંગડા પણ મારે છે. જ્યારે ટિકૈતને પૂછવામાં આવ્યું કે તેઓ પૈસા લઈને આંદોલન કરી રહ્યા છે. ત્યારે ટીકૈતે કહ્યુ હતુ કે, અમે છેલ્લા 35 વર્ષથી આંદોલન કરી રહ્યા છીયે. ભાજપ જ્યારે વિપક્ષમાં હતુ ત્યારે તેઓ અમારા સાથે રહેતુ હતુ. તો શુ તે સમયે ભાજપ અમને પૈસા આપતુ હતુ ? શુ તેઓ અમારી ફંડીગ કરતા હતા?
કૃષી કાનુન પર સરકાર દબાણ બનાવવા ખેડૂત સંગઠનો હવે કેન્દ્ર સરકારના કાયદા વિરુદ્ધ પોતાનું આંદોલન વધુ તીવ્ર બનાવશે. આ માટે ફરી એકવાર કિસાન મહાપંચાયતો યોજવામાં આવશે.. પ્રથમ મહાપંચાયત 5 સપ્ટેમ્બરના રોજ મુઝફ્ફરગરમાં યોજાશે. જેનો સીધો મતલબ એ થાય છે કે, ખેડુતોએ સરકારનુ નાક દબાવવા યુપી ચુંટણીને ધ્યાનમાં રાખી પોતાની વ્યુહરચના તૈયાર કરી છે.