ચાણસ્માના પીંપળ ગામે ‘જન સંવેદના કાર્યક્રમ’ યોજાયો – ગોપાલની ગેરહાજરીની ખોટ ઈસુદાન, સુવાળાના ધારદાર વક્તવ્યથી પુરાઈ ?

શેર કરવા અહીં ક્લિક કરો.

કોરોનાની બીજી લહેર બાદ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા જન સંવેદના મુલાકાત કાર્યક્રમ અંતર્ગત રાજ્યના ગામે ગામ ફરી લોક સંપર્ક સાધી રહ્યા છે.  ત્યારે આજ રોજ આમ આદમી પાર્ટીના શીર્ષ નેતાઓ દ્વારા ઈસુદાન ગઢવી, ભેમાભાઈ ચૌધરી, વિજય સુવાળા સહીતના નેતાઓએ ચાણસ્મા તાલુકાના પીંપળ ગામે સભાનુ આયોજન કર્યુ હતુ. અહિયા તેમને કોરોનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રંધ્ધાજંલી પાઠવી હતી. આ સાથે AAP ના આ કાર્યક્રમમા ગામના અનેક લોકો પાર્ટીમાં જોડાયા હતા. 

પાટણ જીલ્લામાં આવેલ ચાણસ્મા તાલુકાના પીંપળ ગામની વાડીમાં યોજાયેલ આ કાર્યક્રમમાં વરસાદના વાતાવરણ વચ્ચે પણ આસપાસના ગામના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. વિજય સુવાળાએ કાર્યક્રમમાં પોતાના વક્તવ્યમાં કેન્દ્રીય સરકાર પર પ્રહારો કરતાં વધતા જતા પેટ્રોલ ડીઝલના ભાવ, મોંઘવારી તથા કોરોનાની સેકન્ડ વેવ માટે ભાજપના નેત્વૃત્વ પર સવાલો ઉઠાવ્યા હતા.

 
 
પીંપળ મુકામે આમ આદમી પાર્ટીનો જન સંવેદના કાર્યક્રમ, 26 જુલાઈ 2021

ઈસુદાન ગઢવીએ આ જન સંવેદના કાર્યક્રમમાં વર્તમાન રાજ્ય તથા કેન્દ્ર સરકારને આડે હાથ લઈ પ્રાઈવેટાઈજેશનનો મુદ્દો ઉઠાવી કહ્યુ હતુ કે, “આજે ગુજરાત આખુ વેચવા કાઢ્યુ છે”. પેટ્રોલ – ડીઝલ કિંમત, મોઘવારી, બેરોજગારીનો પણ મુ્દ્ગો ઉઠાવી તેમને મીડિયા પર પણ પ્રહાર કરી કહ્યુ હતુ કે, આવા મુદ્દા મીડિયા પણ નથી ઉઠાવતુ. ગઢવીએ ગોપાલ ઈટાલીયાનુ નામ લીધા વગર તેમના જુના વિડિયોના સંદર્ભે કહ્યુ હતુ કે, અમે જાણીયે છીયે કે કોણ લોકો અમારો વિરોધ કરાવી રહ્યા છે.  અમને પણ આવા ફાલતુના મુદ્દા પર રાજનીતી કરતા આવડે છે, પરંતુ અમે એવી ઓછી રાજનીતી કરવા નથી આવ્યા. અમે શિક્ષણ, રોજગારી, મોઘંવારી જેવા મુદ્દાની રાજનીતી કરવા ઈચ્છીયે છીયે. તેમને ભાજપના અચ્છે દિનના વાયદાને યાદ કરાવતાં કહ્યુ હતુ કે, અમને નથી જોઈતા અચ્છે દિન, અમને 60 રૂ. પેટ્રોલ મળે એવા બુરે દિન જ પાછા આપી દો.

તમને જણાવી દઈયે કે, AAP ના આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયા પણ ઉપસ્થિત રહેવાના હતા. પરંતુ કોઈ અંગત કારણોસર તેઓ આ કાર્યક્રમમાં હાજર રહી શક્યા ન હતા. યુવા વર્ગેમાં ભારે લોકચાહના હોવાથી તેમની અનઉપસ્થિતીને કારણે સ્થાનિક યુવાઓએ નીસાસો પણ નાખ્યો હતો. પરંતુ વિજય સુવાળા અને ઈસુદાન ગઢવીના ધારદાર વક્તવ્યથી એક રીતે તેની ખોટ પણ આંશીક રીતે પુરાઈ હતી.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.