આજના આ વ્યસ્ત જીવનમાં યોગ અને કસરતનું ખુબ મહત્વ છે -એસ.કે.યુનિ. પ્રેસીડેન્ટ -પ્રકાશ પટેલ

June 21, 2023

“સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ખાતે 9માં આંતરાષ્ટ્રીય વિશ્વયોગ દિવસની ઉજવણી કરવામાં આવી

ગરવી તાકાત, મહેસાણા તા. 21- આજના આ ટેક્નોલોજી યુગમાં યોગ અને વ્યાયામ પ્રત્યે જાગૃતિ લાવવાના ઉદ્દેશથી સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા નક્કી કરવામાં આવેલ વિશ્વના ૧૭0થી પણ વધારે દેશોમાં ૨૧ જૂનને વિશ્વ યોગ દિવસ ઉત્સાહભેર ઉજવવામાં આવે છે.

વિશ્વયોગ દિવસની ઉજવણીના ભાગરૂપે સાંકળચંદ પટેલ યુનિવર્સિટી, વિસનગર ખાતે યોગાચાર્યશ્રી રત્નાકર પાઢના માર્ગદર્શનમાં યુનિવર્સિટીના ૧૫૦૦થી પણ વધુ કર્મચારીઓ અને વિધાર્થીઓ દ્વારા યોગ અને પ્રાણાયામ કરવામાં આવ્યા હતા અને યોગ, વ્યાયામ તથા પ્રાણાયામના શારીરિક અને માનસિક ફાયદા પર પોતાના વિચારો પ્રગટ કર્યા હતા. વધુમાં તેમણે જણાવ્યું હતું કે યોગ એ માત્ર શારીરિક કસરત નથી પણ સ્વસ્થ રહેવાનો અનોખો અભિગમ છે. જેથી નિયમિત પ્રેક્ટિસથી મન, શરીર અને ઊર્જામાં ચેતન ભરી શકાય છે.

આ દિવસે સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના એન.એસ.એસ. વિભાગ દ્વારા યોગાસન અને સૂર્યનમસ્કાર પ્રતિયોગિતાનું પણ આયોજન કરવામાં આવેલ હતું જે અંતર્ગત વિજેતા ફેકલ્ટી અને વિધાર્થીઓને ઉપસ્થિત મહેમાનશ્રી, યુનિવર્સિટીના પ્રેસિડેન્ટશ્રી પ્રકાશ પટેલ, પ્રોવોસ્ટ, રજીસ્ટ્રારના હસ્તે ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

યુનિવર્સિટીના પ્રેસિડેન્ટશ્રી પ્રકાશ પટેલે પોતાના પ્રાસંગિક ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે આજના આ વ્યસ્ત જીવનમાં યોગ અને કસરતનું ખુબજ મહત્વ રહ્યું છે. જેમાં યોગએ વ્યવહારીક રીતે શરીર અને મનને સ્વસ્થ રાખવામાં ખુબજ ઉપયોગી છે. તેઓશ્રીએ યોગ અને અન્ય પ્રવુતિઓ દર માસે કર્મચારીઓ અને વિધાર્થીઓના લાભાર્થે શરૂ કરવા આહવાન કર્યું હતું. જે માટે સાંકળચંદ પટેલ યુનિવર્સિટી વિધાર્થીઓના  સર્વાંગી વિકાસ માટે સ્પોર્ટ્સ, યોગ, હેલ્થ એકેડેમી, જેવા અનેક વિષયો પર યોગ્ય માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે. ગત વર્ષે ૮૪થી પણ વધુ વિધાર્થીઓએ ઓલ ઇન્ડિયા યુનિવર્સિટીમાં પોતાનું સામર્થ્ય પ્રદર્શિત કર્યું હતું જે યુનિવર્સિટી માટે ગર્વની બાબત છે.

કાર્યક્રમના સફળ આયોજન બદલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટશ્રી પ્રકાશ પટેલ,  પ્રોવોસ્ટ ડો. પ્રફુલકુમાર ઉદાણી, રજીસ્ટ્રાર ડો.કે.એ.પટેલ સાહેબ તથા સમગ્ર યુનિવર્સિટી પરિવાર દ્વારા આયોજકો અને એન.એસ.એસ.યુનિટને શુભેચ્છાઓ પાઠવી હતી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0