મહેસાણા રાધનપુર સર્કલ પર શોભાના ગાંઠિયા સમાન ભાસતાં ટ્રાફિક સિગ્નલ
ગરવી તાકાત, મહેસાણા તા. 10 – મહેસાણા શહેરમાં રાધનપુર ચોકડી ખાતે આવેલા ટ્રાફિક સિગ્નલ લાંબા સમયથી શોભાના ગાંઠિયાની જેમ ભાસી રહ્યાં છે. રાધનપુર રોડ ઉપર મોટા પ્રમાણમાં વાહનોની અવર જવર જેમ ભારે ટ્રાફિક સમસ્યા રહે છે. આ સંજોગોમાં રાધનપુર સર્કલ પર લગાવવામાં આવેલા ટ્રાફિક સિંગ્નલ લાંબા સમયથી બંધ હોવાથી આ સિગ્નલ ચાલુ કરવા માટે મહેસાણા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ડાભી દ્વારા મહેસાણા નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી છે.

મહેસાણા શહેરના રાધનપુર હાઇવે સર્કલ ખાતે ઘણા વર્ષોથી ટ્રાફિકની સમસ્યા રહે છે. હમણાથી ટ્રાફિકનો આવરો વધી ગયેલ છે તો ત્યાં ટ્રાફિક સિગ્નગ જે બંધ હાલતમાં ભાસી રહ્યા છે તે સિ્ગ્નલ ચાલુ કરાવવા આવેદન આપવામાં આવ્યું છે. મહેસાણા શહેરમાં ઘણા વર્ષો પહેલા 49 લાખના ખર્ચે મહેસાણા શહેરના અલગ અલગ સર્કલો પર ટ્રાફિક સિગ્નલ મુકવામાં આવ્યાં હતા.
તે પૈકી રાધનપુર ચોકડી તથા અન્ય સ્થળો પર ટ્રાફિક સિગ્નલ છે પણ ટેકનિકલ ખામી સર્જાતાં હાલ બંધ હાલતમાં શોભાના ગાંઠિયાની જેમ ભાસી રહ્યા છે. તાજેતરમાં આ તમામ સર્કલો પર પણ હાલ ટ્રાફિકની સમસ્યા ખુબ જ છે ત્યાં નવા ટ્રાફિક સિગ્નલ લગાવવા જોઇએ. મહેસાણાના રાધનપુર સર્કલની ગોળાઇ મોટી લાગે છે એ સર્કલ પર કોવિડ વેકિશનનું હાલ ઇન્જેકશન લગાવેલ છે. ટ્રાફિક સિગ્નલ તાત્કાલિક ચાલુ કરાવવા જોઇએ જો સર્કલ નાનુ થાય તેમજ સિગ્નલ ચાલુ થાય તો ટ્રાફિકની ઘણી સમસ્યા ઉકેલી શકાય અને નાના મોટા અકસ્માત થતાં પણ અટકાવી શકાય તેમ છે.


