બનાસકાંઠા જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત અને ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો…

May 29, 2026

ગરવી તાકાત બનાસકાંઠા : રાજ્ય સરકાર દ્વારા નાગરિકોના પ્રશ્નોના ઝડપી, પારદર્શક અને અસરકારક નિરાકરણ માટે અમલમાં મુકાયેલ સ્વાગત – ફરિયાદ નિવારણ કાર્યક્રમ પ્રજાલક્ષી અભિગમનું ઉત્તમ ઉદાહરણ પૂરવાર થઈ રહ્યો આ કાર્યક્રમ રાજ્ય સ્તરથી લઈ તાલુકા અને જિલ્લા કક્ષાએ દર મહિને યોજાય જેના માધ્યમથી હજારો નાગરિકોની રજૂઆતોનું સમયબદ્ધ નિરાકરણ લાવવામાં આવે આજરોજ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી પાલનપુર ખાતે જિલ્લા સ્વાગત અને ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

Banaskantha district office will be shifted near Sadarpur village of  Palanpur, seven acres of land will be cultivated

આ કાર્યક્રમમાં જિલ્લાભરમાંથી આવેલા અરજદારોએ પોતાના વિવિધ પ્રશ્નો રજૂ કર્યા જિલ્લા સ્વાગત કાર્યક્રમ દરમિયાન કુલ 15 જેટલા વિવિધ પ્રશ્નોનું સ્થળ પર જ હકારાત્મક અને સંતોષકારક નિરાકરણ કરવામાં આવ્યું કલેક્ટરે અરજદારોની રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી તેમણે સંબંધિત વિભાગના અધિકારીઓને ત્વરિત કાર્યવાહી કરવા તેમજ પ્રશ્નોના ગુણવત્તાસભર અને સમયમર્યાદામાં ઉકેલ લાવવા માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી કાર્યક્રમમાં નાગરિકોના વીજ કનેક્શન, વીજ પુરવઠાની સમસ્યા દબાણ દૂર કરવાની રજૂઆતો વિકાસકાર્યો આવાસ સહાય વરસાદી પાણીના નિકાલની સમસ્યા જમીનના ક્ષેત્રફળમાં રહેલી વિસંગતતા અને ગ્રામ્ય વિસ્તારોમાં સુવિધાઓ વધારવા સહિતના વિવિધ પ્રશ્નોને.

Banaskantha Collector Holds Swagat Grievance Redressal Meet

પ્રાથમિકતા સાથે સાંભળી કાર્યવાહી હાથ ધરવામાં આવી કેટલાક પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવ્યું જ્યારે બાકી રહેલા પ્રશ્નોના સમયમર્યાદિત ઉકેલ માટે અધિકારીઓને દિશાનિર્દેશ આપવામાં આવ્યા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું રાજ્ય સરકાર નાગરિકકેન્દ્રિત સુશાસન માટે પ્રતિબદ્ધ અને અધિકારીઓને સંવેદનશીલતા તથા જવાબદારીપૂર્વક કામગીરી કરવા સૂચના આપી આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવે નિવાસી અધિક કલેક્ટર સી.પી. પટેલ સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ કર્મચારીઓ અને અરજદારો ઉપસ્થિત રહ્યા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0