— ચૌધરી ૨૭ સમાજના પ્રમુખ ચૌધરી રમણભાઇના નેતૃત્વ હેઠળ ૮ જાન્યુઆરીએ વિશ્વ મહાસંમેલન :
ગરવી તાકાત, મહેસાણા : આંજણા ચૌધરી સમાજનું વધુ એક મહા સંમેલન યોજાવવા માટે જઇ રહ્યું છે. તાજેતરમાં આંજણા ચૌધરી સમાજ દ્વારા માણસા તાલુકાના ચરાડા ખાતે અર્બુદા સેના દ્વારા સમાજનું ભવ્ય મહાસંમેલન યોજાયું હતું જેમાં લાખોની સંખ્યામાં જનમેદની ઉમટી પડતાં સમાજની એકતા અને અખંડિતતાના દર્શન થયા હતા. ત્યારે હવે માણસા તાલુકાના સોલૈયા ગામની માણસા જિ.ગાંધીનગર ખાતે આ વિશ્વા મહાસમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જે ચૌધરી ૨૭ સમાજના પ્રમુખ ચૌધરી રમણભાઇના નેતૃત્વ હેઠળ આ ભવ્ય સંમેલન યોજાશે.
આંજણા ચૌધરી સમાજના સામાજીક અને સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવા તેમજ સમાજના શૈક્ષણિક, વૈચારિક અને આર્થિક વિકાસને હરણફાળ આપવા અને સમાજને સંગઠિત કરી વિશ્વ ફલક પર લઇ જવા માટેનો અમૂલ્ય વિચાર આપણા આંજણા ચૌધરી સમાજના અમેરિકા – કેનેડાના ઉદ્યોગપતિ શ્રી રમણભાઇ ચૌધરીને આવ્યોં હતો જેના ફળ સ્વરૂપે આંજણા ચૌધરી સમાજમાં સૌ પ્રથમવાર વિશ્વ આંજણા મહાસંમેલનનું અદ્દભૂત અને આધુનિક રીતે આયોજન થવા માટે જઇ રહ્યું છે. આ આ મહાસંમેલનનો વધુમાં વધું પ્રચાર-પ્રસાર કરી સંમેલનને ભવ્ય સફળતાં અપાવવા સારૂ સમાજના તમામ ભાઇઓ -બહેનોનો પણ સાથ સહકાર જરૂરી છે. જેના ભાગરૂપે આગામી ૦૮ જાન્યુઆરી ૨૦૨૩ રવિવારના રોજ સોલૈયા ગામે તા.
માણસા, જિલ્લો ગાંધીનગર ખાતે વિશ્વ આંજણા ચૌધરી મહાસંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં સમગ્ર ગુજરાત સહિત દેશ અને વિદેશમાં વસતાં આંજણા ચૌધરી સમાજના ભાઇઓ બહેનો આ મહાસંમેલનમાં ઉમટી પડશે. મહત્વનું છે વિશ્વ આંજણા ચૌધરી મહાસંમેલનનું આયોજન ચૌધરી રમણભાઇ રણછોડભાઇ પ્રમુખશ્રી ચૌધરી ૨૭ સમાજ અમેરીકા અને કેનાડાવાળાના નેતૃત્વ હેઠળ કરવામાં આવી રહ્યું છે. જેમાં સમાજની એકતા અને અખંડિતતાને વધુ મજબૂત અને વધુ સંગઠિત કરવાનો સફળ પ્રયાસ છે.


