ગરવી તાકાત પાલનપુર : આજે તારીખ 9 ના દિવસે વિશ્વ આદિવાસી દિવસ માનવામાં આવે જેમાં ઠેર ઠેર તેની ઉજવણી કરવામાં આવે છે આજ રોજ અમીરગઢ ખાતે પણ વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં અમીરગઢ તાલુકા ના તમામ આદિવાસી સમાજ ના લોકો મોટી સંખ્યા માં ભેગા થઈ એક વિશાળ રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું
જે રેલી વિરમપુર થઈ ઈકબાલ ગઢ થઈ તાલુકા મથક અમીરગઢ સુધી કાઢવામાં આવી હતી આ રેલી માં ડી.જે ના તાલે તેમની આગવી છતાં માં તેમની વેશભૂસા અને તિર કામથા સાથે 1 થી 2 કિલોમીટર લાંબી રેલી માં બિરસા મુંડા અને આદિવાસી એકતા ના નારા લગાવ્યા હતા. જયારે આદિવાસી સમાજ ની મહિલાઓ એ તેમના પરંપરાગત નૃત્ય સાથે ઉજવણી કરી હતી.
તસ્વીર : પ્રહલાદ મીણા


