— મહિલા સામખ્ય ની કામગીરી ગુજરાતના અંતરિયાળ ગામડાઓમાં વિશેષ જોવા મળી રહી છે :
ગરવી તાકાત પાટણ : સમાજ માં મહિલાઓ તેમના અધિકારો જાણે અને જાગૃત થાય તે માટે વિવિધ સંગઠનો સંસ્થાઓ તેમજ ગુજરાત સરકાર દ્વારા અવિરત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.સાથે અંતરિયાળ ગામડા ની મહિલાઓ ને સરકારી યોજનાઓ કે જીવન ઉપયોગી માહિતી નો લાભ કઈ રીતે મળે તે માટે ગુજરાત સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.તેના ભાગરૂપે પાટણ જિલ્લા મહિલા સામખ્ય દ્વારા કુરિવાજો અને વ્યસન
મુક્તિ નો વર્કશોપ ગાંધી સ્મૃતિ હોલ પાટણ ખાતે યોજાયો હતો.આ વર્કશોપમાં 157 વ્યક્તિ એ ઉત્સવ પૂર્વક ભાગ લીધો હતો.
મુક્તિ નો વર્કશોપ ગાંધી સ્મૃતિ હોલ પાટણ ખાતે યોજાયો હતો.આ વર્કશોપમાં 157 વ્યક્તિ એ ઉત્સવ પૂર્વક ભાગ લીધો હતો.વર્કશોપ માં વ્યસનમુક્તિના તજજ્ઞો દ્વારા વ્યસનમુક્તિ થી થતા નુકસાન ની જાણકારી આપવામાં આવી હતી.તેમજ વ્યસન ન કરવા માટે તમામ ને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.આ સાથે સમાજમાં કુરિવાજો બંધ થાય અને સ્ત્રી-પુરુષને સમાન હક મળે તે માટે સમજણ આપવામાં આવી હતી.કુરિવાજો અને વ્યસન અંગેના પ્રશ્નો તેમજ બહેનો પાસે તેમના મંતવ્યો લખાવી તેમના પ્રતિભાવો જાણ્યા હતા.
અને વ્યસન મુક્તિ અને કુરિવાજો ના ગીતો સ્લોગન સાથે વકઁશોપ મા ગવડાવ્યા હતાં.આ સેમિનાર મા ગુજરાત રાજ્ય કચેરીમાંથી નિયામકશ્રી અપેક્ષાબેન ભટ્ટ હાજર રહ્યા હતા.સાથે વ્યસન મુક્તિ માં થી નરેશભાઇ પટેલ.જોયોત્સના બેન.રીસોસઁ પસઁન શ્રી હર્ષિદાબેન પરમાર.181અભિનય કાઉન્સિલર કામિનીબેન.દહેજ પ્રતિબંધક માં થી વર્ષાબેન પીબીએસસી સરોજબેન તેમજ પાટણ જિલ્લા મહિલા સામખ્ય પરિવાર હાજર રહ્યો હતો.
તસવિર અને અહેવાલ : પરમાર ભુરાભાઈ – સરસ્વતી પાટણ


