ગરવી તાકાત મહેસાણા : વિસનગરના ચામુંડાનગર સોસાયટીની મહિલાઓએ ગટરના ગંભીર પ્રશ્ને નગરપાલિકા કચેરીમાં ઉગ્ર રજૂઆત કરી હોબાળો મચાવ્યો ગટર ઉભરાવવાના કારણે રોજીંદી જિંદગી મુશ્કેલ બનતા મહિલાઓએ આ પગલું ભર્યું સોસાયટીના રહીશો છેલ્લા ઘણા સમયથી ગટરની સમસ્યાથી ત્રસ્ત મહિલાઓના જણાવ્યા અનુસાર, ગટરના પાણી સતત ઉભરાતા હોવાથી આસપાસનું વાતાવરણ દૂષિત બન્યું પરિસ્થિતિ એટલી હદે બગડી કે તેમને ખુલ્લામાં શૌચ કરવા જવાની ફરજ પડી રહી સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો,

પાલિકાના કર્મચારીઓ ગટરના ઢાંકણા ખોલી ગયા પછી ફરીથી જોવા આવ્યા નથી. જ્યારે રજૂઆત માટે આવ્યા ત્યારે સ્ટાફ રજા પર હોવાનું બહાનું આપવામાં આવ્યું જેના કારણે તેમની સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો ન વારંવારની રજૂઆતો છતાં કોઈ નિરાકરણ ન આવતાં મહિલાઓનું ટોળું નગરપાલિકા કચેરીએ પહોંચ્યું તેમણે ગટર લાઇનનું નવું કનેક્શન કરી આપવાની માંગણી સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો. મહિલાઓના આક્રોશભર્યા હોબાળાને કારણે પરિસ્થિતિ નિયંત્રણ બહાર જતાં આખરે પોલીસ બોલાવવાની ફરજ પડી.

આ સમગ્ર મામલે ચીફ ઓફિસરે જણાવ્યું કે, ગટરની સમસ્યાના નિરાકરણ માટે જીયુડીસી (GUDC)ના કર્મચારીને તાત્કાલિક સ્થળ પર તપાસ માટે મોકલી આપવામાં આવશે તેમણે ઉમેર્યું કે હાલ પૂરતું આ સમસ્યાનો વચગાળાનો હલ લાવવામાં આવશે, જોકે તેનું કાયમી નિરાકરણ ત્યારે જ શક્ય બનશે જ્યારે પાલિકાનો નવો પ્રોજેક્ટ શરૂ થશે સ્થાનિકોની માંગ કે, વહેલી તકે કાયમી ધોરણે આ ગંભીર સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે જેથી તેમને રોજિંદા જીવનમાં પડતી મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે.



