હિરાબાના દુઃખદ નિધનથી વડનગરવાસીઓ સાથે જાણે ઝાડવા પણ રુદન કરતાં હોવાનો અહેસાસ

December 30, 2022

હિરાબાના દુઃખદ નિધનની સાથે સાથે મોદી જેવો રાષ્ટ્રભક્ત વિરલો દેશને સમર્પિત કરવા બદલ વડનગર વાસીઓ ગર્વ અનુભવે છે 

   ગરવી તાકાત, મહેસાણા- પ્રધાનમંત્રી મોદીના માતા હિરાબાના નિધનના સમચાર મળતાં જ વડનગરવાસીઓએ જાણી માતાની છત્રછાયા ગુમાવી હોય તેવો અહેસાસ વ્યક્ત કરી રહ્યા છે. હિરાબાના દુઃખદ અવસાનની લાગણી વડનગરવાસીઓ સાથે સમગ્ર દેશ અનુભવી રહ્યો છે. ત્યારે આ દુઃખદ પ્રસંગે સ્થાનિક વડનગરવાસીઓએ હિરાબાના સમર્પણ, મહા મહેનત, મજૂરી કરી પોતાના બાળકોના જીવનનું ઉચ્ચ ઘડતર ઘડ્યું હોવાની વાતો વડનગરવાસીઓ કરી રહ્યા છે. વડનગરવાસીઓની સાથે સાથે જાણે ઝાડવા પણ રુદન કરતાં હોય તેવો અહેસાસ થઇ રહ્યો છે.  આ દુઃખદ વેળાએ એક વાત સાથે સ્થાનિકો ગર્વ અનુભવી રહ્યા છે. કે નરેન્દ્ર મોદી જેવો દેશભક્ત વિરલો રાષ્ટ્રને સમર્પિત કરીને માંતા હિરાબાએ આ ફાની દુનિયાની અલવિદા કરી છે.

સ્થાનિક રહીશો અને પડોશીઓ હિરાબાના જીવન કાર્યકાળની વાતો વાગોળતાં થાકતાં નથી. આજે વડનગરના દરેક ઘરે માત્ર હિરાબાના નામના જ ગુણ ગવાઇ રહ્યા છે. વડનગરમાં રહેતા હિરાબાના પડોશીઓ અવાર નવાર ગાંધીનગર ખાતે હિરાબાના ખબર અંતર પુછવાં પણ જતાં હતા જ્યાં હિરાબા કોઇપણ મોટપ રાખ્યાં વિના અમને મીઠો આવકારો આપી સાથે બેસી વડનગરના ભૂતકાળની વાતો વાગોળતાં હતા ત્યારે અમારી વચ્ચે હિરાબા આજે હયાત નથી તેને ખુબ જ વેદનાનો અહેસાસ થઇ રહ્યો હોવાનું વસવસો પડોશીઓ વ્યક્ત કરી રહ્યા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું નિધન લઈ વડનગર શોકમગ્ન છે. વડનગરના વેપારીઓ હીરાબાના નિધનને લઇ સ્વયંભૂ બંધ પાળ્યો હતો. વડનગરવાસીઓ બજાર બંધ રાખી હીરાબાને શ્રદ્ધાંજલિ આપી હતી. હીરાબાના અવશાનને લઇને નરેન્દ્ર મોદી વહેલી સવારે રાયસણ પંકજભાઈના ઘરે પહોંચી ગયા હતા. અહીં વડાપ્રધાન મોદીએ તેમના અંતિમ દર્શન કર્યા હતા અને ત્યારપછી તેમને અંતિમ સંસ્કાર માટે લઈ જવાયા હતા. સેક્ટર 30 સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

પીએમ મોદીએ માતાના નિધન પર ટ્વીટ કરીને લખ્યું કે શાનદાર શતાબ્દીનું ઈશ્વર ચરણોમાં વિરામ…મા મે હંમેશા તે ત્રિમુર્તિની અનુભૂતિ કરી છે જેમાં એક તપસ્વીની યાત્રા, નિષ્કામ કર્મયોગીનું પ્રતિક અને મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ જીવન સમાહિત રહ્યું છે. હું જ્યારે તેમને 100માં જન્મદિવસ મળ્યો તો તેમણે એક વાત કરી હતી જે હંમેશા યાદ રહે છે કે બુદ્ધિથી કામ લો, પવિત્રતાથી જીવો. એટલે કે કામ કરો બુદ્ધિથી અને જીવન જીવો શુદ્ધિથી. હીરાબાના નિધનથી શોકનો માહોલ છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0