ગરવી તાકાત, તા. 07- ભૂકંપ આવવા પાછળ શું કારણ હોય છે તે પણ જાણવું જરૂરી છે. ધરતીની અંદર 7 પ્લેટ્સ હોય છે જે સતત ઘૂમતી રહે છે. આ પ્લેટ્સ જે જગ્યાએ સૌથી વધુ ટકરાય છે તેને ફોલ્ટ લાઈન ઝોન કહેવામાં આવે છે. વારંવાર ટકરાવવાથી પ્લેટ્સના ખૂણા વળી જાય છે. જ્યારે પ્રેશર વધવા લાગે છે ત્યારે પ્લેટ્સ તૂટવા લાગે છે. તેમના તૂટવાના કારણે અંદરની એનર્જી બહાર આવવાનો રસ્તો શોધે છે. આ ડિસ્ટર્બન્સ બાદ ભૂકંપ આવે છે.

ભૂકંપની તીવ્રતા કેવી રીતે માપાઇ છે?
રિક્ટર સ્કેલ આંચકાની અસર
0 થી 1.9 ફક્ત સીસ્મોગ્રાફથી ખબર પડે છે.
2 થી 2.9 હળવા કંપન
3 થી 3.9 કોઈ ટ્રક તમારી નજીકથી પસાર થાય તેવી અસર.
4થી 4.9 બારીઓ તૂટી શકે છે. દીવારો પર લટકાયેલી તસવીરો પડી શકે છે.
5 થી 5.9 ફર્નીચર હલે છે.
6થી 6.9 ઈમારતોના પાયા હલી શકે છે. ઉપરના માળને નુકસાન થઈ શકે છે.
7થી 7.9 ઈમારતો પડી શકે છે, જમીનની અંદર પાઈપ ફાટે છે.
8 થી 8.9 ઈમારતો સહિત મોટા પુલ પડી શકે છે. સુનામીનું જોખમ રહે છે.
9 કે તેથી વધુ સંપૂર્ણ તબાહી, કોઈ મેદાનમાં ઊભું હોય તો તેને ધરતી હલતી જોવા મળશે. સમુદ્ર નજીક હોય તો સુનામી.
ભૂકંપ આવે તો શું કરવું? – ભૂકંપના ઝટકા જેવા આવે તુરંત વાર કર્યા વગર ઓફિસ કે ઘરની બહાર નિકળી જવું.
વીજળીના થાંભલા, ઝાડ અને ઉંચી ઈમારતથી દૂર ઉભા રહેવુ. ઘર કે ઓફિસ બહાર જતી વખતે લીફ્ટનો ઉપયોગ ન કરવો, સીડીનો ઉપયોગ કરવો. ઘર આસપાસ જો મેદાન ન હોય તો એવી જગ્યા શોધો જ્યા છૂપાઈને બેસી શકાય. ભૂકંપ આવે ત્યારે ખાસ કરીને ઘરમાં રહેલી ભારે વસ્તુથી દૂર રહેવું. ઘરમાં રહેલા ભારે સામાન અને કાચથી દૂર રહેવુ જેથી વાગવાની શક્યતા ન રહે. ભાગવાનો સમય ન મળે તો ટેબલ, પલંગ, ડેસ્ક જેવી મજબૂત જગ્યા નીચે ઘૂસી જવું. દરવાજા હોય ત્યા ન ઉભા રહેવું જેથી દરવાજો ખુલે કે પડે તો વાગે નહીં.


