વાવાઝોડાના નામ સાંભળીને ક્યારેક ક્યારેક લોકોને હસવું પણ આવે છે. જેમ કે કેટરીના, બુલબુલ, લીઝા, પેલિન, લેરી, હુદહુદ, નિસર્ગ, અમ્ફાન અને નિવાર તોફાનના સામેલ છે
ગરવી તાકાત, ગાંધીનગર તા. 14- ગુજરાતમાં હાલ સૌથી મોટા ચક્રવાતનો ખતરો મંડરાઈ રહ્યો છે. અરબી સમુદ્રમાં સર્જાયેલ ડીપ ડિપ્રેશન હવે ચક્રવાતમાં ફેરવાઈ ગયું છે અને આગામી 15મી તારીખે ગુજરાતના દરિયાકાંઠે હીટ કરશે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 24 થી 48 કલાકમાં તોફાન વધુ તીવ્ર બને તેવી શક્યતા છે. જ્યારે, આ સમય દરમિયાન પવનની ગતિ 150 થી 190 કિમી પ્રતિ કલાકની રહેશે, જેની મહત્તમ અસર ગુજરાતના દરિયાકાંઠાના શહેરોમાં જોવા મળશે. આવો જાણીએ આ વાવાઝોડાનો અર્થ શું છે અને તેનું નામ કોણે રાખ્યું છે.
યુનાઈટેડ નેશન્સ એજન્સી વર્લ્ડ મીટીરોલોજીકલ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએમઓ) અનુસાર, કોઈ ચોક્કસ ભૌગોલિક સ્થાન અથવા સમગ્ર વિશ્વમાં એક સમયે એક કરતા વધુ ચક્રવાત હોઈ શકે છે અને તે એક અઠવાડિયા કે તેથી વધુ સમય સુધી ટકી શકે છે. આવી સ્થિતિમાં દરેક ચક્રવાતને અલગ-અલગ નામ આપવામાં આવે છે જેથી આપત્તિ જોખમ જાગૃતિ, વ્યવસ્થાપન અને બચાવ કામગીરીની સુવિધામાં કોઈ મૂંઝવણ ન થાય.

શું છે Biporjoy નો અર્થ? – બિપોરજોય એટલે આપદા. બિપોરજોય એ બાંગ્લાદેશનું આપેલું નામ છે. વાસ્તવમાં, અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં આવતા તમામ ચક્રવાતને આ વિસ્તારના દેશો દ્વારા વૈકલ્પિક રીતે નામ આપવામાં આવે છે, જે અગાઉથી નક્કી કરવામાં આવે છે. આ સિસ્ટમ 2004 થી ચાલી રહી છે, જેથી ચક્રવાતના નામ એક જ છે. વાવાઝોડાના નામ સાંભળવામાં ઘણાં જ વિચિત્ર હોય છે, જેને સાંભળીને કે વાંચીને ક્યારેક ક્યારેક લોકોને હસવું પણ આવે છે. જેમ કે કેટરીના, બુલબુલ, લીઝા, પેલિન, લેરી, હુદહુદ, નિસર્ગ, અમ્ફાન અને નિવાર તોફાનના સામેલ છે.
સ્પીડના આધારે નામ નક્કી કરવામાં આવે છે – વાવાઝોડાનું શું નામ રાખવામાં આવે તે તેની સ્પીડની ગતિ પર પણ નિર્ભર કરે છે. જે રીતે વાવાઝોડાની ગતિ ઓછામાં ઓછી 63 કિલોમીટર પ્રતિ કલાક હોય છે, તેનું જ નામકરણ થાય છે. આ ઉપરાંત જે વાવાઝોડાની સ્પીડ 118 કિલોમીટર પ્રતિકલાકથી ઉપર હોય છે, તેને ગંભીર શ્રેણીમાં માનવામાં આવે છે અને જેની ગતિ 221 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ હોય છે, તેને સુપર ચક્રવાતી તોફાન કહેવામાં આવે છે.
શું છે નામ આપવાનો નિયમ? – વર્ણાનુક્રમ અનુસાર, કુલ 08 દેશો દ્વારા આપવામાં આવેલા નામોનું લિસ્ટ તૈયાર કરવામાં આવે છે. તેમાં લિંગ, રાજકારણ, ધાર્મિક માન્યતાઓ અને સંસ્કૃતિઓ પ્રત્યે તટસ્થ હોય છે. એકવાર નામનો ઉપયોગ કર્યા પછી તેનું પુનરાવર્તન થતું નથી. ચક્રવાતના નામમાં વધુમાં વધુ આઠ અક્ષરો હોઈ શકે છે. કોઈપણ સભ્ય દેશ માટે કોઈ નામ અપમાનજનક હોવું જોઈએ નહીં અથવા વસ્તીના કોઈપણ જૂથની લાગણીઓને ઠેસ પહોંચાડવી જોઈએ નહીં.
કેવી રીતે થાય છે નામની પસંદગી – વાવાઝોડાને નામ આપતા પહેલા એ જોવામાં આવે છે કે તે અપમાનજનક અને વિવાદાસ્પદ ન હોવું જોઈએ. ઉચ્ચારવામાં સરળ અને યાદ રાખવામાં સરળ હોવું જોઈએ. નામ રાખવા માટે હિંદ મહાસાગરમાં ઉદ્ભવતા ચક્રવાતી તોફાનનું નામ 8 અક્ષરથી વધુ રાખવામાં આવતું નથી. શરૂઆતમાં તોફાનનું નામ આપવાની કોઈ રીત નહોતી. પાછળથી વૈજ્ઞાનિકોએ આ માટે પ્રમાણભૂત પ્રક્રિયા બનાવી. ભારતનું IMD એ છ હવામાનશાસ્ત્રીય કેન્દ્રોમાંનું એક છે જે ચક્રવાતને નામ આપે છે. આ વેધર સ્ટેશનો માત્ર ચક્રવાતના નામો આપે છે, પરંતુ નામો એવી રીતે લેવામાં આવે છે કે કોઈની લાગણી દુભાય નહીં અને આ નામો ક્યારેય પુનરાવર્તિત ન થાય.


