રાજકોટમાં વધુ એક યુવકે ડ્રગ્સના રવાડે ચઢીને મોતને ભેટ્યો છે. ગઈકાલે સાધુવાસવાણી રોડ પર રહેતા યુવાને ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ડ્રગ્સ પેડલરના ત્રાસથી યુવકે આપઘાત કર્યો છે. જેમા સુધા ધામેલીયા નામની ડ્રગ પેડલરનુ નામ સામે આવ્યુ છે. રાજકોટના ડ્રગ પેડલર તરીકે સુધા ધામેલીયા કુખ્યાત છે. અગાઉ પણ પકડાઈ ચૂકી છે, છતા વારંવાર પકડાઈ ચૂકી છે. ત્યારે ડ્રગ્સની દુનિયામાં કુખ્યાત સુધા ધામેલિયા વિશે જાણીએ.
રાજકોટમા મોટાપાયે ડ્રગ્સનુ દૂષણ ઘૂસી ગયુ છે. આ પહેલા પણ ડ્રગ્સ પેડલરની હેરાનગતિ સામે આવી છે. ડ્રગ પેડલર તરીકે સુધા ધામેલિયા કુખ્યાત છે. 28 જૂન, 2021 ના રોજ સુધા ધામેલિયા પકડાઈ હતી. તેની સામે કાર્યવાહી કરાઈ હતી. પરંતુ બાદમા તેને જામીન મળ્યા હતા. મુક્ત થયા બાદ તે ફરી ડ્રગ્સના રવાડે ચઢી હતી.
ડ્રગ પેડલરના ત્રાસ બાદ અને યુવકની આત્મહત્યા બાદ રાજકોટ પોલીસ હરકતમાં આવી છે. 3000 નું 1 ગ્રામ ડ્રગ્સ વેચતા હોવાનું સામે આવ્યુ છે. ડ્રગ્સ પેડલર સુધા ધમેલીયા સામે ફરિયાદ દાખલ કરવામાં આવશે તેવુ રાજકોટના ઝોન 1 ના ડીસીપી પ્રવીણકુમાર મીણાએ જણાવ્યું.
— યુવકના પરિવારનો આક્ષેપ
(આત્મહત્યા કરનાર યુવક જય રાઠોડ) મૃતક યુવકના માતાને પણ સુધા ધામેલિયાએ ધમકી આપી હતી. સુધા ધામેલિયાએ યુવકની માતાને કહ્યુ હતું કે, ‘મારી વિરુદ્ધ 51 કેસ કર તોય તારું પોલીસમાં કશું નહીં હાલે.’ મૃતક યુવકની માતાએ કહ્યુ કે, સુધા અમને ઘરે મારવા આવી હતી. તેણે મારા દીકરા સાથે માથાકૂટ કરી હતી. જેના બાદ મારા દીકરાએ આત્મહત્યા કરી હતી.
રાજકોટમાં યુવાનોને ટાર્ગેટ કરીને પહેલા તેમને નશાના બંધાણી બનાવાય છે. બાદમાં તેમને ડ્રગ્સ પેડલર બનવા તરફ ધકેલાય છે. ડ્રગ્સ માફિયાની આ મોડસ ઓપરેન્ડી છે. જેમાં અનેક યુવાધન બરબાદ થઈ રહ્યા છે. જકોટના ભીડભંજન સોસાયટીમાં રહેતા જય કિશોરભાઈ રાઠોડે આર્થિક ભીંસમા આવીને પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.
(ન્યુઝ એજન્સી)