મહેસાણા જીપીસીબીની ઓફિસમાં આરામ ફરમાવતાં ‘રાઠોડ’ હવે ખરા અર્થમાં ‘‘રાઉડી રાઠોડ’’ની ભૂમિકા ભજવી પ્રદુષણ ફેલાવતાં ચાર એકમો સીલ કર્યા

August 3, 2023

વિજાપુરના રણાસણના બે એકમો તથા કડીના ચડાસણા તેમજ ઇન્દ્રાડ મળી કુલ ચાર ઇન્ડ્રસ્ટ્રીઝ સામે કાયદાનો કોરડો વિંઝી ઇન્ડ્રસ્ટ્રીઝને સીલ માર્યું

અંશ બાયોટેક, રણાસણ જીઆઇડીસી, વિજાપુર, રૂદ્ર એગ્રો ઇન્ડસ્ટ્રીઝ, રણાસણ જીઆઇડીસી, એમસ્ટાર માઇક્રોસેલ પ્રા.લી. ચડાસણા, તા.કડી, ઉમિયા એન્વાયરો પ્રોજેક્ટ, ઇન્દ્રાડ, તા.કડીના એકમો સીલ 

Sohan Thakor – મહેસાણા તા. 03- મહેસાણા જિલ્લા પ્રદુષણ કંટ્રોલ બોર્ડના જવાબદાર અધિકારી દ્વારા અત્યાર સુધી જાણે મહેસાણા જીપીસીબીની ઓફિસમાં બેસી આરામ ફરમાવતા હોવાની ભૂમિકામાં જોવા મળતાં હતા. પરંતુ હવે જાણે મહેસાણાની જિલ્લા પ્રદુષણ કંટ્રોલ બોર્ડની કચેરીના જવાબદાર અધિકારી રાઠોડ ખરા અર્થમાં રાઉડી રાઠોડની ભુમિકા ભજવી પ્રદુષણ ફેલવી જમીન તેમજ પર્યાવરણને નુકશાન કરતાં ચાર એકમોને સીલ કરતાં હવે ગેરકાયદેસર ખુલ્લી જમીન તેમજ નદીઓમાં પ્રદુષિત કેમિકલયુક્ત પાણી છોડતાં આવા એકમોમાં ફફડાટની લાગણી પ્રસરી જવા પામી છે.

જેમાં વિજાપુરના રણાસણના બે એકમો તથા કડીના ચડાસણા તેમજ ઇન્દ્રાડ મળી કુલ ચાર ઇન્ડ્રસ્ટ્રીઝ સામે કાયદાનો કોરડો વિંઝી (1) અંશ બાયોટેક, રણાસણ જીઆઇડીસી, વિજાપુર (2) રૂદ્ર એગ્રો ઇન્ડસ્ટ્રીઝ, રણાસણ જીઆઇડીસી (3) એમસ્ટાર માઇક્રોસેલ પ્રા.લી. ચડાસણા, તા.કડી (4) ઉમિયા એન્વાયરો પ્રોજેક્ટ, ઇન્દ્રાડ, તા.કડી મળી કુલ ચાર એકમો સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વિજાપુરની રણાસણ જીઆઇડીસીમાં અંશ બાયોટેકનું વેસ્ટ પાણી ખેતરમાં ફરી વળતાં નુકસાન થયાની ફરિયાદના પગલે મહેસાણા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમે તપાસ કરી હતી. જેમાં પાણીના સેમ્પલ મેળવી લેબ પરીક્ષણના અંતે આ કંપનીને તાત્કાલિક અસરથી બંધ કરવા 20 જુલાઇએ હુકમ કરાયો છે. આ સાથે કંપનીને રૂ.75 હજાર બેન્ક ગેરંટી ભરવા તેમજ પર્યાવરણ નુકસાન ચાર્જ વસૂલવા તજવીજ કરાઇ હતી.

 

કડીના ચડાસણા ખાતે માઇક્રો ક્રિષ્ટલાઇન પાવડર બનાવતી એમસ્ટાર માઇક્રોસેલ પ્રા.લી. કંપનીમાંથી પ્રોસેસ પછી વેસ્ટ પાણીનો ખુલ્લા પ્લોટમાં નિકાલ કરાતો હોવાનું તપાસમાં જણાઇ આવતાં આ કંપનીને રૂ.1.25 લાખ બેન્ક ગેરંટી જમા કરાવવા આદેશ કરાયો છે. જ્યારે કડીના ઇન્દ્રાડમાં વેસ્ટ પાણી કલેકશન કરતી ઉમિયા એન્વાયરો પ્રોજેક્ટ એલએલપીમાં તપાસ દરમિયાન સોલ્વન્ટના કારણે વીઓસીની ગંધ આવતી હોઇ હવાનું પ્રદૂષણ થતું હોવાનું બહાર આવતાં 28 જુલાઇએ બંધ કરવાના હુકમ સાથે રૂ.એક લાખની બેન્ક ગેરંટી જમા કરાવવા તેમજ પર્યાવરણ નુકસાનમાં રૂ.10 લાખ ચાર્જ ફટકારાયો છે. મહેસાણા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પ્રાદેશિક કચેરી દ્વારા  ત્રણ કંપનીને 33 (એ) વોટર એક્ટ 1974 અને એક કંપનીને 31(એ) એર એક્ટ 1981 હેઠળ ક્લોઝર નોટિસ અપાઇ છે.

આ ચાર કંપની સામે કાર્યવાહી

(1) અંશ બાયોટેક, રણાસણ જીઆઇડીસી, વિજાપુર

(2) રૂદ્ર એગ્રો ઇન્ડસ્ટ્રીઝ, રણાસણ જીઆઇડીસી

(3) એમસ્ટાર માઇક્રોસેલ પ્રા.લી. ચડાસણા, તા.કડી

(4) ઉમિયા એન્વાયરો પ્રોજેક્ટ, ઇન્દ્રાડ, તા.કડી

જો જીપીસીબીના અધિકારી ટીમ સાથે તાલુકાના ગ્રામ્ય પંથકમાં ચેકિંગ કરે તો જમીન-નદીઓ પ્રદુષિત કરતાં અનેક એકમો  મળી આવે તેમ છે

મહેસાણા જિલ્લામાં કડી, ઊંઝા, સિદ્ધપુર, છત્રાલ સહિત સ્થળો પર આવા અનેક ઇન્ડ્રસ્ટ્રીઝ દ્વારા પ્રદુષિત પાણી નદીઓ તેમજ ખુલ્લા ખેંતરોમાં છોડવાની પ્રવૃતિઓ ધમધમી રહી છે. જો મહેસાણઆ જીપીસીબીના અધિકારી પોતાની ટીમ સાથે ઓચિંતી તપાસ હાથ ધરે તો અનેક એકમો આ પ્રકારે પ્રદુષણ ફેલાવી પર્યાવરણ તેમજ જમીનને નુકશાન કરવાની ગેરકાયદેસર પ્રવૃતિઓનો પર્દાફાશ થાય તેમ છે. આ પ્રકારના ગેરકાયદેસર એકમો શહેરથી દુર દુર ગ્રામ્ય વિસ્તારની ફેંકટરીઓમાં આ પ્રકારની ફેંકટરીઓ ધમધમી રહી છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0