સિદ્ધપુર નગરપાલિકા વિસ્તારમાં આવેલ તાવડીયા ચાર રસ્તાથી બસ સ્ટેન્ડ સુધીનો બિસ્માર રોડ ક્યારે સુધરશે ??

July 20, 2022

ગરવી તાકાત સિદ્ધપુર :  સિદ્ધપુર નગરપાલિકામાં દિનપ્રતિદિન વિવાદો અને લોકોની અસુવિધાઓ માટે લોકોની બુમો સાંભળવા મળે છે.સિદ્ધપુર શહેરમાં મુખ્ય પ્રવેશ જેવો માર્ગ એટલે સિદ્ધાર્થ હોટલ(તાવડીયા) થી જુના બસ્ટેન્ડ રોડ સુધીનો માર્ગ જાણે નગરપાલિકા ભૂલી ગઈ હોય એવું લોકોમાં ચર્ચા જોવા મળે છે. હજારો રૂપિયાના ખર્ચ થોડા સમય અગાઉ નગરપાલિકા દ્વારા અહીં ડિવાઈડર બનાવવામાં આવ્યા છે.

પણ આ કામમાં ભ્રષ્ટાચાર સ્પષ્ટ રીતે જોઈ શકાય છે તેમ છતાં નગરપાલિકા તંત્ર તરફથી કોઈ કાર્યવાહી ન થવાથી લોકોમાં આ રોડને લઈને નિત નવી નવી વાતો સાંભળવા મળે છે.બસ સ્ટેન્ડ અને એ.પી.એમ.સી. આ રોડ પર આવેલ હોવાના લીધે દરરોજ અહીંથી હજ્જારો લોકો પસાર થતાં હોય છે. છેલ્લા 8 મહિનામાં 18 વખત નવીન બનાવેલ ડિવાઈડર તૂટ્યો છે. તો પણ નગરપાલિકાના અમુક સદસ્યો પોતાની જાતને ગૌરવશાળી ગણતાં જોવા મળે છે.

ખાટલે મોટી ખોડ એ કહેવત અહીં સાર્થક થતી જોવા મળે છે.ડિવાઈડરમાં ગંભીર ભ્રષ્ટાચાર હોવાં છતાં નગરપાલિકાના ચીફ ઓફિસર પણ મુક પ્રેક્ષક બનીને તમાશો જોતા હોય એવું દેખાય છે.આ વોર્ડ માંથી નગરપાલિકાના પ્રમુખ ચૂંટાઈ આવે છે અને વર્ષોથી અહીં થી એમનાં પરિવારના લોકો પ્રતિનિધિત્વ કરે છે.

તસવિર અને અહેવાલ : ધ્રુવભાઈ દવે – સિદ્ધપુર

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0