ગરવી તાકાત કાંકરેજ : પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા માર્કેટ યાર્ડ ચેરમેન શ્રી અણદાભાઈ પટેલ એ રાજકીય ક્ષેત્રે અને સહકાર ક્ષેત્રમાં ખુબજ સરસ રીતે કામગીરી કરી રહ્યા છે ત્યારે હવે કેન્દ્ર સરકારે નોંધ કરી ને છેક દિલ્લી થી જમ્મુ કાશ્મીર ના વકફ બોર્ડના ચેરમેન શ્રી રઈશખાન પઠાણ અને દિનેશભાઈ પટેલ જેઓ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય સંગઠનો ની જવાબદારી સંભાળી રહ્યા છે
ત્યારે હવે ૨૦૨૨ ની ચુંટણી ના પડઘમ વાગી રહ્યા છે ત્યારે દિલ્લી ના નેતાઓ ની અણદાભાઈ પટેલ ની મુલાકાત લેતાં રાજકીય ક્ષેત્રે ચહલપહલ જોવા મળી હતી જેમાં જમ્મુ કાશ્મીર ના વકફ બોર્ડના ચેરમેન એ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય ના અને બનાસકાંઠા જિલ્લા સહિત કાંકરેજ તાલુકાના લોકો એ કાશ્મીર માં આવી ને ધંધા રોજગાર માટે રોકાણ કરવું જોઈએ. વધુમાં કે મીડિયા સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું
કે અણદાભાઈ પટેલ ને હું કાંકરેજના ધારાસભ્ય અને ગુજરાત સરકાર ના મંત્રી તરિકે જોવા માગું છું અને આ શુભેચ્છા મુલાકાત લીધી હતી જેમાં એમને ખુબજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને પદાધિકારીઓ તેમજ પટેલ સમાજના અગ્રણીઓ વડીલો યુવાનો નો ખૂબ પ્રેમ મળ્યો હતો
તસવિર અને આહેવાલ : માનસિંહ ચૌહાણ – કાંકરેજ