WAAH સંસ્થા અને ડો. વિક્રમ સારાભાઇ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર અમદાવાદના સહયોગથી અદ્યતન સાધનોથી સજ્જ વિજ્ઞાન પ્રયોગશાળાનું ઉદ્દઘાટન કરાયું
શ્રી સોનલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી બાબુભાઇ જેસંગભાઇ ચૌધરી સોનલ વિદ્યાલય બોરીયાવી ખાતે સાયન્સ સેન્ટરનું ઉદ્દઘાટન કરાયું
ગરવી તાકાત, મહેસાણા તા. 12 – શ્રી સોનલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી બાબુભાઇ જેસંગભાઇ ચૌધરી
સોનલ વિદ્યાલય બોરીયાવી તા. જિ. મહેસાણા ખાતે સાયન્સ સેન્ટર (વિજ્ઞાન પ્રયોગશાળા)નું દૂધ સાગર ડેરીના ચેરમેન અશોકભાઇ ચૌધરીના વરદ હસ્તે રિબીન કાપી ઉદ્દઘાટન કરવામાંવ્યું હ આતું. જે સાયન્સ સેન્ટર થકી વિદ્યાર્થીઓની સાયન્સ સેન્ટરના લાભ મળી શકશે. આ પ્રસંગે અનેક રાજકિય મહાનુભાવો સહિત સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી સોનલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી બાબુભાઇ જેસંગભાઇ ચૌધરી સોનલ વિદ્યાલય બોરીયાવી તા. જિ. મહેસાણા ખાતે આજે WAAH સંસ્થા અને ડો. વિક્રમ સારાભાઇ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર અમદાવાદના
સહયોગથી અદ્યતન સાધનોથી સજ્જ વિજ્ઞાન પ્રયોગશાળાના ઉદ્દઘાટક શ્રી અશોકભાઇ બી.ચૌધરી ચેરમેન દૂધસાગર ડેરી, મુખ્ય મહેમાનપદે મહેસાણાના રાજ્યસભાના સાંસદ જુગલસિંહ ઠાકોર, રાજ્ય સભા સમારંભના અધ્યક્ષ પ્રફુલભાઇ અમીન પ્રમુખ WAAH સંસ્થા, શ્રી આનંદભાઇ પટેલ મંત્રી WAAH સંસ્થા, અતિથિ વિશેષશ્રી ડો. જી. એન.ચૌધરી પૂર્વ નાયબ નિયામક શિક્ષણ (પ્રાચાર્ય) હાજર રહ્યાં હતા.
આ ઉદ્દ્ઘાટન સમારોહ પ્રસંગે શ્રી દિનેશભાઇ જે. ચૌધરી પ્રમુખ ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સંઘ તથા ડો. ધર્મેન્દ્રભાઇ પી.પટેલ આચાર્ય, શ્રી ટી.ઓ.પટેલ હાઇસ્કૂલ ધરમપુર અને અમારા મંડળના પ્રમુખ કાન્તિભાઇ
બાબુભાઇ ચૌધરી, દાતાશ્રી દિનેશભાઇ બાબુભાઇ ચૌધરી (ડી.બી), શ્રી ડાહ્યાભાઇ ચૌધરી પ્રમુખ, શ્રી અંબાલાલ ચૌધરી સન, શ્રી વિષ્ણુભાઇ ચૌધરી જિલ્લા સદસ્ય, શ્રી ડી.એન ચૌધરી (ધીણોજ) સમગ્ર ટ્રસ્ટી મંડળ, આચાર્ય તથા શાળાનો પરિવાર સ્ટાફ, ગામના અગ્રણીઓ, ગ્રામજનો વિદ્યાર્થી ભાઇ બહેનો અને આસપાસના ગામની પ્રાથમિક, માધ્યમિક શાળાના આચાર્ય તથા સમગ્ર સ્ટાફની હાજરીમાં યોજાયો હતો. આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન શ્રી અંબારામભાઇ એ. ચૌધરી (કડી), અને શ્રી દિનેશભાઇ આર.ચૌધરી (ભિલોડા)એ કર્યુ હતું. કાર્યક્રમની સફળતા માટે મહેમાનો, દાતાશ્રીઓ, સ્ટાફ તથા ગ્રામજનોનો શાળા પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી.


