ગરવી તાકાત મહેસાણા : વિજાપુર તાલુકાના લાડોલ પોલીસે મંદિરોમાં ચોરી કરતી મારવાડી નટ ગેંગનો પર્દાફાશ કર્યો પોલીસે ચોરીના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા જ્યારે એક આરોપી ફરાર પોલીસે વિવિધ મંદિરોમાંથી ચોરાયેલા ચાંદીના છત્તર, નાગ અને મોબાઈલ ફોન સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વીરેન્દ્રસિંહ યાદવના માર્ગદર્શન હેઠળ મહેસાણા જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી અને વિસનગર વિભાગના ડીવાયએસપી દિનેશસિંહ ચૌહાણે ઘરફોડ અને મંદિર ચોરીના ગુનાઓ ઉકેલવા ખાસ સૂચનાઓ આપી તેના આધારે લાડોલ પોલીસ ઇન્સ્પેક્ટર આર.એસ. ડામોરની ટીમે તપાસ હાથ ધરી બાતમીના આધારે પોલીસ ટીમ જંત્રાલ ગામ પાસે ડગમગ હોટલ સામેના ખેતરોમાં પહોંચી.
![]()
ત્યાં કેટલાક ઈસમો પરિવાર સાથે પડાવ નાખી રહેતા અને ભીખ માંગવાના બહાને ગામોમાં ફરી મંદિરોની રેકી કરીને ચોરી કરતા હોવાનું જાણવા મળ્યું પોલીસે દરોડો પાડી પ્રકાશભાઈ મંગળદાસ ઉર્ફે રાજુભાઈ ચેનીયાદાસ અને સુનીલ મંગળદાસ ઉર્ફે રાજુભાઈ ચેનીયાદાસ નામના બે આરોપીઓને ઝડપી લીધા જોકે, જગદીશભાઈ મંગળદાસ ઉર્ફે રાજુભાઈ ચેનીયાદાસ નાસી છૂટ્યા પોલીસ તપાસ દરમિયાન, આરોપીઓએ પિલવાઈ પટેલપુરા વેડા પામોલ કેલીસણા આજોલ વાલમ ધીણોજ ઝુલાસણ ડાંગરવા ખંડોસણ અને ઉબખલ સહિતના ગામોના મંદિરોમાં દિવસ અને રાત્રિના સમયે નાની-મોટી ચોરીઓ કર્યાની કબૂલાત કરી.

તેઓ ખાસ કરીને ખેતરોમાં આવેલા નાના મંદિરોને નિશાન બનાવતા પોલીસે આરોપીઓ પાસેથી ચાંદી જેવા ધાતુના મોટા-નાના છત્તર નાગ ગોગા મહારાજની મૂર્તિઓ અને મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત લાખો રૂપિયામાં હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું આ સમગ્ર કામગીરીમાં પીઆઈ આર.એસ. ડામોર એએસઆઈ કિરણકુમાર શંકરલાલ શૈલેષભાઈ ઈશ્વરભાઈ રાજેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ઇશ્વરજી અમૃતજી ચમનજી વિઠા અને ભાવિકકુમાર દિનેશભાઈ સહિતની પોલીસ ટીમે મહત્વની ભૂમિકા ભજવી.


