ઔધોગિક એકમમાં કાર્યરત મતદાતાઓને મતદાન માટે જાગૃત કર્યા

November 16, 2022

ગરવી તાકાત મહેસાણા :  મહેસાણા જિલ્લામાં આવેલ વિવિધ ઔધોગિક એકમોમાં મતદાતાઓ મતદાન કરે તે માટે સ્વીપ અંતર્ગત પ્રવૃત્તિઓ થઇ રહી છે. મહેસાણા જિલ્લામાં આસીટન્ટ લેબર કમિશ્નર કે.વી.બેન્કર દ્વારા વિવિધ ઔધોગકિ એકમમાં કાર્યરત કામદારોને મતદાન માટે સંકલ્પ પત્ર ભરાવી અવશ્ય મતદાન કરવાની પ્રતિજ્ઞા લેવડાવામાં આવી રહી છે.

અત્રે ઉલ્લેખીય છેકે મતદાનના દિવસે શ્રમિકો મતદાન કરી શકે તે માટે ખાસ રજા સહિતની વ્યવસ્થા કરવામાં આવે છે. જેથી 05 ડિસેમ્બરના મતદાનના દિવસે મતદાન કરે તે માટે જિલ્લાની વિવિધ ઔધોગિક એકમોમાં સ્વીપની પ્રવૃતિઓ કરાઇ રહી છે.રત્નમણી મેટલ અને ટ્યુબ ઇન્દ્રાડ કડી સહિત વિવિધ ઔધોગિક એકમોમાં સ્વીપ અંતર્ગત મતદાન જાગૃતિનું કામ કરાઇ રહ્યું છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0