મહેસાણા જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારની રોજગારીના અભિન્ન અંગ પશુપાલન સાથે મતદાર જાગૃતિ અભિયાન

November 22, 2022

— લોકશાહીના મહાપર્વમાં ગ્રામ્યકક્ષાએ આવેલી વિવિધ દુધ મંડળીઓએ લોકજાગૃતિ લાવવા અનોખી પહેલ કરી :

— ડેરીમાં દુધ ભરાયા બાદ મળતી રસીદ પર "મતદાન જાગૃતિ સંદેશ :

ગરવી તાકાત મહેસાણા : મહેસાણા જિલ્લામાં ચૂંટણીતંત્ર દ્વારા મહેસાણા જિલ્લામાં મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજવા માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ઉદિત અગ્રવાલના નેતૃત્વમાં ચૂંટણીલક્ષી કામગીરીનો ધમધમાટ ચાલી રહ્યો છે.મતદાન જાગૃતિ સંદેશ વધારેમાં વધારે ફેલાઈ તે માટે ચૂંટણીપંચ દ્વારા અવનવા કાર્યક્રમનો અવસર ચાલી રહ્યો છે. મહેસાણા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની તો અહીં લોકો ખેતી સાથે પૂરક વ્યવસાય તરીકે પશુપાલન કરી આર્થિક ઉપાર્જન મેળવે છે. તેના જ કારણે ગામડાંના ૯૦ ટકા લોકો માટે પશુપાલન જીવાદોરી સમાન છે.

લોકશાહીના આ મહાપર્વમાં મહેસાણા જિલ્લાની ગ્રામ્યકક્ષાએ આવેલી નાની -મોટી વિવિધ દુધ મંડળીઓએ લોકજાગૃતિ લાવવા અનોખી પહેલ કરી છે. આ પહેલ અંતર્ગત દુધ ભરવાના કાર્ડ તેમજ દુધ ભર્યો બાદ સંસ્થા અથવા મંડળી તરફથી મળતી રસિદ પર મતદારોને નૈતિક મતદાન માટે પ્રેરિત કરતા અને મતદાર હોવાનું ગૌરવ જગાવતા સંદેશા પ્રિન્ટ કરવામાં આવ્યા છે

જેમાં 05 ડિસેમ્બરના રોજ અવશ્ય મતદાન કરીએના સંદેશ સાથે નાનામાં નાનો વ્યકિત પણ પોતાનો અધિકાર અને પવિત્ર ફરજ નિભાવવા મતદાન કરે તે હેતુથી દુધ ભર્યા બાદ મળતી રસિદ પર નૈતિક મતદાનની પ્રેરણા અને મતદાર હોવાનું ગૌરવ જગાવતા સંદેશા સાથે વિવિધ સંદેશાઓની પ્રિન્ટ કરાઈ છે. આમ રોજગારીના અભિન્ન અંગ સાથે મતદાર જાગૃતિ અભિયાન પણ ચાલી રહ્યું છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0