ગરવી તાકાત મહેસાણા : વિસનગર પોલીસે ચાર વાહન ચોરીનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી એક આરોપીને ઝડપી પાડ્યો પોલીસે ચોરાયેલા તમામ વાહનો કબજે કર્યા આ ચોરીઓમાં સિવિલ હોસ્પિટલમાંથી એક જ રાતમાં ત્રણ વાહનોનો સમાવેશ થાય ગત 11 ઓક્ટોબરે પાલડીના પ્રહલાદભાઈ નરસિંહભાઈ રાવળ પોતાના દીકરાની સારવાર માટે વિસનગર સિવિલ હોસ્પિટલ ગયા તેમણે પોતાની રિક્ષા હોસ્પિટલના પાર્કિંગમાં પાર્ક કરી બીજા દિવસે સવારે રિક્ષા ગાયબ હતી. તપાસ કરતાં જાણવા મળ્યું કે તેમની રિક્ષા ઉપરાંત મેતપુર ગામના ઠાકોર સાહિલ નાગજીજીનું બાઇક અને ઠાકોર સંદીપજી હેદુજીનું બાઇક પણ તે જ રાત્રે સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાંથી ચોરાઈ ગયા હતા.
આમ, એક જ રાતમાં કુલ ત્રણ વાહનોની ચોરી થઈ આ ઉપરાંત, ખેરાલુ રોડ પર આવેલી વિશાલનગર સોસાયટીમાંથી પટેલ દિલીપભાઈ મણિલાલનું બાઇક પણ ચોરાયું આ ચારેય વાહન ચોરી અંગે પોલીસ મથકે અલગ-અલગ ફરિયાદો નોંધાઈ પોલીસે આ ચોરીઓનો ભેદ ઉકેલવા તપાસ શરૂ કરી દરમિયાન, પોલીસને બાતમી મળી હતી કે ચોરી થયેલી રિક્ષા લઈને એક શખ્સ શહેરના પટણી દરવાજા વિસ્તારમાં આવેલા સાર્વજનિક સ્મશાન તરફના રસ્તે ઊભો.
બાતમીના આધારે પી.આઈ. એ.એન. ગઢવી અને ડી-સ્ટાફની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ કરી પટણી દરવાજા નજીક પટેલવાડીના વરંડા પાસે રિક્ષા સાથે ઊભેલા શખ્સની પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ સાહીલશા અભનશા ફકીર જણાવ્યું તેણે રિક્ષા અને અન્ય ત્રણ બાઇકની ચોરીની કબૂલાત કરી પોલીસે તાત્કાલિક સાહીલશાની ધરપકડ કરીને ચોરાયેલા તમામ વાહનો કબજે કર્યા. આ મામલે વધુ તપાસ ચાલી રહી પોલીસે ગણતરીના કલાકોમાં જ ચોરીનો ભેદ ઉકેલી નાખતા ફરિયાદીઓએ રાહત અનુભવી હતી.